ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ જિલ્લામાં ધોરણ 11ના વર્ગો વધારવા દરખાસ્તો મંગાવાઈ - patan district

રાજ્ય સરકાર દ્વારા કોરોના મહામારીને ધ્યાને લઇને ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો છે જેને પગલે પાટણ જિલ્લાની ખાનગી અને સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે 21 હજાર વિદ્યાર્થીઓ સીધેસીધા પાસ થયા છે જેને કારણે ધોરણ 11માં વર્ગો વધારવા માટે શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓ પાસેથી ઓનલાઈન દરખાસ્તો મંગાવવામાં આવી રહી છે.

પાટણ જિલ્લામાં ધોરણ 11ના વર્ગો વધારવા દરખાસ્તો મંગાવાઈ
પાટણ જિલ્લામાં ધોરણ 11ના વર્ગો વધારવા દરખાસ્તો મંગાવાઈ

By

Published : May 26, 2021, 4:58 PM IST

  • વિદ્યાર્થીઓ માટે ધોરણ 11ના વર્ગો વધારાશે
  • જિલ્લાની 270 શાળાઓમાં અપાશે પ્રવેશ
  • વર્ગો વધારવાની દરખાસ્ત 2 મહિના સુધી કરી શકાશે

પાટણ: જિલ્લામાં કુલ 270 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. જેમાં 53 સરકારી, 145 ગ્રાન્ટેડ, અને 72 સેલ્ફ ફાઈનાન્સ શાળાઓનો સમાવેશ થાય છે. કોરોના મહામારીના કારણે સરકાર દ્વારા ધોરણ 10ની બોર્ડની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે અને તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લેવાયો છે. જેને લઇને પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા વધતા વધારાના વર્ગો શરૂ કરવાની જરૂરિયાત ઊભી થઇ છે.

પાટણ જિલ્લામાં ધોરણ 11ના વર્ગો વધારવા દરખાસ્તો મંગાવાઈ

31 જુલાઈ સુધી ઓનલાઈન દરખાસ્તો રજૂ કરી શકાશે

પાટણ જિલ્લામાં ધોરણ 10ના 21 હજાર વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ વિદ્યાર્થીઓ ધોરણ 11માં સરળતાથી પ્રવેશ મેળવી શકે અને કોઈ વિદ્યાર્થી અભ્યાસથી વંચિત ન રહે તે માટે સરકાર દ્વારા ધોરણ 11ના વર્ગો વધારવા માટે ઓનલાઈન દરખાસ્તો મંગાવવામાં આવી રહી છે. 1 જૂનથી 31 જુલાઈ સુધીના સમયગાળામાં સેલ્ફ ફાઇનાન્સ શાળાઓ વર્ગો વધારવા માટેની ઓનલાઈન દરખાસ્ત કરી શકશે.

ABOUT THE AUTHOR

...view details