- પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે રાયડાનું વધુ વાવેતર થયું
- ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે 10992 હેક્ટરમાં રાયડાનું વાવેતર વધ્યું
- જિલ્લામાં 20.40 લાખ મણ રાયડાના ઉત્પાદનનો અંદાજ
પાટણ: પાટણ જિલ્લામાં ચાલુ વર્ષે નર્મદાના પિયત અને કમોસમી વરસાદના ભેજને કારણે રવિ ઋતુમાં સારુ વાવેતર (production of rayda in patan) થયું છે. 1,49,000 હેકટર વિસ્તારમાં વિવિધ રવી પાકોનું વાવેતર (Planting of ravi crops) થયું છે, જેમાં સૌથી વધુ રાયડાનું 38154 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું છે. ગત વર્ષે 27162 હેક્ટર વિસ્તારમાં રાયડાનું વાવેતર (Rayda crop) થયું હતું, તેની સરખામણીએ ચાલુ વર્ષે 10992 હેક્ટર વિસ્તારમાં વધારે રાયડાનું વાવેતર થયું છે.
અંદાજ મુજબ ૪૦૦ કરોડ રૂપિયાની આવક ખેડૂતોને થવાની શકયતા
પાટણ જિલ્લાના સાંતલપુર, સરસ્વતી અને પાટણ પંથકમાં વધુ વાવેતર થયું છે. સિઝનમાં ગત વર્ષે 800થી 900 રૂપિયા રાયડાનો ભાવ હતો તેની સરખામણી હાલમાં 1481એ પહોંચ્યો છે. એક હેક્ટર જમીનમાં રાયડાનું 80 મણ ઉત્પાદન મળવાની શક્યતા રહે છે. કુલ 20.40 લાખ મણ ઉત્પાદન મળવાની આશા છે, અને જો આ પ્રમાણેના ભાવ જળવાઇ રહેતો એક અંદાજ મુજબ 400 કરોડ રૂપિયાની આવક ખેડૂતોને થવાની શકયતા છે.
રાઈ પાકમાં કાળજી રાખવાથી વધુ ઉત્પાદન અને વધુ નફો મેળવી શકાય