આજે પાટણમાં ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી - Gujarat
પાટણઃ ભગવાન પદ્મનાભની 617મી જન્મ જયંતિને લઈને પાટણમાં પ્રજાપતિ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

સ્પોટ ફોટો
વહેલી સવારે પદ્મનાભ મંદિરમાં ભગવાનની પૂજા સાથે 28 કિર્તનની સેવા કરવામાં આવી હતી, ત્યારબાદ નરસિંહજીના મંદિર ખાતેથી ભગવાનની ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે નીકળી હતી. જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી નીજ મંદિરે ખાતે પરત ફરી હતી. માર્ગો પર ઠેરઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટણમાં નિકળેલી ભગવાનની શોભાયાત્રામાં સ્વચ્છતાને મહત્વ આપવામાં આવ્યું હતું. જેમાં સમાજના ભાઈ બહેનોએ શોભાયાત્રાની પાછળ રહી માર્ગોની સફાઈ કરી હતી. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
આજે પાટણમાં ભગવાનની ભવ્ય શોભાયાત્રા નીકળી