પાટણ શહેરમાં આવેલા સુભાષચોક વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ભૂગર્ભ ગટર લીક થવાથી દુર્ગંધ મારતું ગંદુ પાણી રસ્તા પર રેલાઈ રહ્યું છે, જેના કારણે સ્થાનિક લોકો અને રાહદારીઓને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. લોકોને ના છૂટકે મોઢા પર રૂમાલ બાંધીને પસાર થવાની ફરજ પડી રહી છે. આ સાથે જ સ્થાનિક લોકોને બીમારીનો પણ ભોગ બનવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.
પાટણ નગરપાલિકાની બેદરકારીથી લોકો ત્રાહિમામ - PTN
પાટણઃ જિલ્લામાં વારંવાર નગરપાલિકાની બેદરકારીના કારણે ભૂગર્ભ ગટર લીક થવાનો પ્રશ્ન સર્જાય છે. તાજેતરમાં વધુ એક ભૂગર્ભ ગટર ઉભરાતા લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
patan
જો કે, નગરપાલિકા દ્વારા નિયમિત સફાઈ ન થવાથી વારંવાર આ પરિસ્થિતિ સર્જાતી હોય છે. જેના કારણે સ્થાનિક લોકોએ પાલિકા તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો.