ગુજરાત

gujarat

ETV Bharat / state

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન સૂર્યોદય યોજનાનું કર્યું લોકાર્પણ

રાજ્યના ખેડૂતોને દિવસ દરમિયાન થ્રી ફેઝ વીજળી મળી રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કિસાન સર્વોદય યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પાટણ ખાતે યોજાયેલા કિસાન સર્વોદય યોજના ઈ-શુભારંભ કાર્યક્રમમાં કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોર તથા સાંસદ ભરત ડાભી ઉપસ્થિત રહ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન સૂર્યોદય યોજનાનો કર્યો શુભારંભ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન સૂર્યોદય યોજનાનો કર્યો શુભારંભ

By

Published : Oct 24, 2020, 7:07 PM IST

  • વડાપ્રધાને કિશાન સૂર્યોદય યોજનાનો કર્યો શુભારંભ
  • આ યોજના ખેડૂતો માટે નવો સૂર્યોદય લાવશે
  • આ યોજનાથી ખેડૂતોની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ થશે

પાટણ: રાજ્યના ખેડૂતોને દિવસ દરમિયાન થ્રી ફેઝ વીજળી મળી રહે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કિસાન સર્વોદય યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. પાટણ ખાતે યોજાયેલા કિસાન સર્વોદય યોજના ઈ શુભારંભ કાર્યક્રમમાં કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોર તથા સાંસદ ભરત ડાભી ઉપસ્થિત રહ્યા હતા.

ખેડૂતોને રાત્રીના ઉજાગરા નહી કરવા પડે

રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં વધુ એક મહત્વનો નિર્ણય લઈ રાજ્યના ખેડૂતોને દિવસે પણ આઠ કલાક વીજળી મળી રહે તે માટેનું આયોજન કર્યું છે. જેના પહેલા તબક્કાનું ઈ-લોકાર્પણ કરાયું છે. જેમાં દાહોદ, જુનાગઢ અને ગીર સોમનાથના કુલ 1055 ગામોમાં ખેડૂતોને દિવસે પણ વીજળી મળતી થશે. આ યોજના માટે રૂપિયા 3500 કરોડના ખર્ચે 66 કેવીની 3490 સર્કિટ કિલોમીટર જેટલી 234 નવી ટ્રાન્સમિશન લાઈનો તથા 220kvના 9 સબસ્ટેશન થકી ગુજરાતનું વીજ માળખુંનું સુદઢ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ જિલ્લાના ખેડૂતોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત સામર્થ્યવાન લોકોની ભૂમિ રહી છે અને ગુજરાતના અનેક મહાનુભાવોએ દેશને સામાજિક તથા આર્થિક નેતૃત્વ આપ્યું છે. મહાત્મા ગાંધી અને સરદાર પટેલ જેવી વિભૂતિઓએ દેશ અને દુનિયાને નવી રાહ ચીંધી હતી તે ગુજરાત આજે વિકાસકાર્યોની પહેલથી દેશને નવી રાહ દેખાડી રહ્યું છે. ગુજરાતમાં લોકાર્પિત થયેલા આ ત્રણેય પ્રોજેક્ટ શક્તિ, ભક્તિ અને સ્વાસ્થ્યના પ્રતીક છે. આ યોજના થકી ખેડુતો ને સુરક્ષા જ નહી પણ તેઓ માટે સુખ અને સુવિધાનો નવો સૂર્યોદય લાવી છે. વડાપ્રધાને પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા સ્થિત સોલાર પાર્કને પણ યાદ કર્યો હતો અને ગુજરાતે સોલાર એનર્જી ક્ષેત્રે પણ સિદ્ધિ હાંસલ કરી હોવાનું જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કિસાન સૂર્યોદય યોજનાનો કર્યો શુભારંભ
આ યોજનાથી ખેડૂતોની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ થશે

કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોરે જણાવ્યું હતું કે, ખેડૂતોને ખેતી માટે રાત્રી સમયે વીજળી આપવામાં આવતી હતી. જેના કારણે ખેડૂતોને રાત્રીના ઉજાગરા કરવા પડતાં હતા. જંગલી પશુઓ કે જીવજંતુઓ કરડવાનો ડર રહેતો સાથે તેમના પરિવારજનો પણ ચિંતામાં રહેતા હતા. ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવા સરકારે કિસાન સૂર્યોદય યોજના અમલી બનાવી છે. દિવસે વીજળી આપવાનો ઐતિહાસીક નિર્ણય કર્યો છે જેનાથી ખેડૂતોની વર્ષો જૂની સમસ્યાનું નિરાકરણ આવશે.

દિવસે વીજળી મળવાથી ખેડૂતોનો સમય, પાણીની બચત અને આવકમાં વધારો થશે
રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં લેવાયેલા નિર્ણયને આવકાર્યો હતો. હવે દિવસે વીજળી મળવાથી ચોક્કસ સમય અને પાણીની બચત થશે અને આવકમાં પણ વધારો થશે. સાથે જ રાત્રીના ઉજાગરા પણ બંધ થશે અને ઝેરી જીવજંતુઓનો ભય પણ નહીં રહે.

ABOUT THE AUTHOR

...view details