ગુજરાત

gujarat

ETV Bharat / state

સામાન્ય વરસાદે પાટણ નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી - Pre-monsoon plan

પાટણ શહેરમાં વરસેલા ચાર ઈંચ વરસાદે નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો કેટલીક જગ્યાએ માર્ગોનુ ધોવાણ થતાં વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી વેઠવી પડી હતી.

Patan municipality
સામાન્ય વરસાદમાં પાટણ નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખુલી

By

Published : Aug 10, 2020, 6:38 PM IST

પાટણઃ પાટણ શહેરમાં વરસેલા ચાર ઈંચ વરસાદે નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખોલી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો કેટલીક જગ્યાએ માર્ગોનુ ધોવાણ થતાં વાહનચાલકો અને રાહદારીઓને હાલાકી વેઠવી પડી હતી.

સામાન્ય વરસાદમાં પાટણ નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખુલી

હવામાન વિભાગની આગાહીને પગલે પાટણ શહેર સહિત પંથકમાં સાર્વત્રિક મેઘમહેર થતા ચોમાસાનો માહોલ સર્જાયો છે. રવિવારે બપોરથી પાટણ શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. પાટણમાં ચાર ઈંચ વરસાદ નોંધાતા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા છે. શહેરના રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતા અવરજવર માટેનો રસ્તો બંધ થયો હતો, જેથી લોકો અટવાયા હતા. તો બીજી તરફ છીંડીયા દરવાજા પાસે વરસાદને કારણે માર્ગનું ધોવાણ થતાં અહીંથી પસાર થતાં વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી હતી.

સામાન્ય વરસાદમાં પાટણ નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખુલી

જિલ્લામાં બે દિવસથી મેઘમહેર થતાં ખેતી પાકને જીવતદાન મળ્યું છે. પાટણમાં ચાર ઇંચ વરસાદ, સિદ્ધપુર અને રાધનપુરમાં 3 ઈંચ, સમી અને હારિજમાં 2 ઈંચ તેમજ ચાણસ્મા તાલુકામાં ૧ ઇંચ વરસાદ નોંધાયો છે.

સામાન્ય વરસાદમાં પાટણ નગરપાલિકાના પ્રિ-મોન્સૂન પ્લાનની પોલ ખુલી

ABOUT THE AUTHOR

...view details