ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાતમાં ભાજપ ફરી જંગી બહુમતી સાથે સરકાર બનાવશે, કેન્દ્રિય પ્રધાન પ્રહલાદ જોષીનો વિશ્વાસ - CM Bhupendra Patel

પાટણમાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનું સ્વાગત (BJP Gujarat Gaurav Yatra in Patan) કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેન્દ્રિય પ્રધાન પ્રહલાદ જોષીએ (Prahlad Joshi Union Minister) નવા સર્કિટ હાઉસ ખાતે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન આમ આદમી પાર્ટી (Aam Aadmi Party Gujarat ) પર પ્રહાર કર્યા હતા. સાથે જ આ વખતે ભાજપ બહુમતી સાથે સરકાર બનાવશે તેવો વિશ્વાસ (BJP Government in Gujarat) પણ વ્યક્ત કર્યો હતો.

ગુજરાતમાં ભાજપ ફરી જંગી બહુમતી સાથે સરકાર બનાવશે, કેન્દ્રિય પ્રધાન પ્રહલાદ જોષીનો વિશ્વાસ
ગુજરાતમાં ભાજપ ફરી જંગી બહુમતી સાથે સરકાર બનાવશે, કેન્દ્રિય પ્રધાન પ્રહલાદ જોષીનો વિશ્વાસ

By

Published : Oct 19, 2022, 9:27 AM IST

પાટણશહેરના નવા સર્કિટ હાઉસ ખાતે કેન્દ્રિય પ્રધાન પ્રહલાદ જોશીના અધ્યક્ષ સ્થાને (Prahlad Joshi Union Minister) પત્રકાર પરિષદ યોજાઇ હતી, જેમાં કેન્દ્રિય પ્રધાને આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી જંગી બહુમતી સાથે સરકાર બનાવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે આમ આદમી પાર્ટીને આડેહાથ (Aam Aadmi Party Gujarat) લીધી હતી. જિલ્લામાં ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનું સ્વાગત (BJP Gujarat Gaurav Yatra in Patan) કરવામાં આવ્યું હતું.

ભારત દેશ આર્થિક રીતે સદ્ધર બન્યો પાટણમાં ગુજરાત ગૌરવ યાત્રાનું સ્વાગત (BJP Gujarat Gaurav Yatra in Patan)અને જાહેર સભા પછી કેન્દ્રિય પ્રધાને (Prahlad Joshi Union Minister) પત્રકાર પરિષદ યોજી હતી. અહીં તેમણે જણાવ્યું હતું કે, જે આજે દેશ ઉતરોત્તર પ્રગતિ કરી રહ્યો છે. અન્ય દેશોની સરખામણીએ ભારત આર્થિક રીતે સદ્ધર બન્યો છે. ગુજરાતમાં ખેડૂતોને 24 કલાક વીજળી મળી છે. મા અન્નપૂર્ણા યોજના અંતર્ગત આગામી ડિસેમ્બર મહિના સુધી ગરીબોને મફત અનાજ મળશે.

કેન્દ્રિય પ્રધાન પ્રહલાદ જોષી AAPને લીધી આડેહાથ

ગુજરાત આર્થિક રીતે પગભર તેમણે ઉમેર્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) નેતૃત્વમાં ગુજરાત સહિત સમગ્ર રાજ્યો આર્થિક પગભર થયા છે. તો આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022) ભારતીય જનતા પાર્ટી રેકોર્ડબ્રેક સીટો (BJP Government in Gujarat) સાથે સરકાર બનાવશે.

મને દિલ્હીની વાસ્તવિકતા ખબર છેઃ જોષી કેન્દ્રિય પ્રધાને વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની સરકારના (CM Bhupendra Patel) નેતૃત્વમાં કલ્યાણકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી સુધી પહોંચી છે. આમ આદમી પાર્ટી ઉપર આકરા પ્રહાર કરતાં તેમણે જણાવ્યું હતું કે, રેવડી વાળાએ દિલ્હીમાં શું કર્યું છે. તે ત્યાં જઈને જુઓ તો વાસ્તવિકતા ખબર પડશે હું ત્યાં રહું છું એટલે ત્યાંની સ્થિતિનો મને ખ્યાલ છે. તો આ પત્રકાર પરિષદમાં સમગ્ર ગૌરવ યાત્રાના (BJP Gujarat Gaurav Yatra in Patan) ઇન્ચાર્જ કે. સી. પટેલ, પૂર્વ કેબિનેટ પ્રધાન દિલીપ ઠાકોર, ભાજપ પ્રદેશ નેતા હાર્દિક પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, મયંક નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details