ગુજરાત

gujarat

ETV Bharat / state

મગરમચ્છની પીઠસમાન રસ્તાથી પાટણની પ્રજા પરેશાન, તંત્રનું મૌનવ્રત - Patana Story in Gujarati

દરેક જિલ્લા કે તાલુકાના તંત્રની એવી તાસીર હોય છે કે નેતાઓની મુલાકાત પૂરી થાય પછી જૈસે થે મોડ પર આવી જાય છે. આવી જ સ્થિતિ પાટણમાંથી સામે આવી છે. જ્યાં એક સમયે મુખ્યપ્રધાને ગુજરાતના સ્થાપના દિવસ પર અહીંથી વિશેષ ઉજવણી કરી હતી. પણ માત્ર ત્રણ મહિનાના ટૂંકાગાળામાં રસ્તાની સ્થિતિ મણકાભાંગી નાંખે એવી થઈ જતા સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે. એટલું જ નહીં લોકોના વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે. Patan potholes, Patan Poor Road, Patan Nagar palika

મગરમચ્છની પીઠસમાન રસ્તાથી પાટણની પ્રજા પરેશાન, તંત્રનું મૌનવ્રત
મગરમચ્છની પીઠસમાન રસ્તાથી પાટણની પ્રજા પરેશાન, તંત્રનું મૌનવ્રત

By

Published : Aug 20, 2022, 5:38 PM IST

પાટણમુખ્ય પ્રધાનના આગમનને પગલે પાટણ નગરપાલિકા (Patan Nagar palika) દ્વારા પાટણ શહેરના રેલ્વેનાળાથી ગાંધીજીની પ્રતિમા સુધીનો રસ્તો નવોનક્કોર કરી દેવામાં આવ્યો હતો. આખરે અઢી ઇંચ વરસાદના પાણીનો માર ન ખમી શકતા આ રસ્તા (Patan Potholes) પર હવે મસમોટા ખાડા પડી ગયા છે. માત્ર ત્રણ મહિનામાં જ બિસ્માર થતાં રસ્તાની કામગીરી સામે પ્રશ્નો ઊભા થયા છે. આ ઉપરાંત પાટણ જિલ્લાના અન્ય માર્ગો પણ બિસ્માર હાલતમાં છે. છતાં નગરપાલિકા તંત્ર (Patan Authorities) દ્વારા કોઈ યોગ્ય કામગીરી ન કરવામાં આવતા લોકોને હાલાકી (Patan Road) વેઠવાનો વારો આવે છે.

આ પણ વાંચો પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રધાન બગડ્યા, જાહેરમાં બોલી ગયા અપશબ્દો

રસ્તાનું કામ આ વર્ષે ગુજરાતના સ્થાપના દિવસની ઉજવણી ગુજરાતના પાટણમાં ધામધૂમથી કરવામાં આવી હતી. એ સમયે તૈયારીના ભાગરૂપે રસ્તાઓને સમથળ કરીને સરસ કરી દેવામાં આવ્યા હતા. પાટણના પ્રવેશ દ્વારની બદસુરત મુખ્ય પ્રધાનને ન દેખાય તે માટે નગરપાલિકાએ રસ્તો બનાવી નાંખ્યો હતો. નગરપાલિકાના સત્તાધિશોએ તાત્કાલિક અઢી કરોડની ગ્રાન્ટ મંજૂર કરીને રસ્તાનું કામ યુદ્ધના ધોરણે શરૂ કરી દીધું હતું. પણ પ્રજાને એવો તો કોઈ અંદાજ ન હતો કે, આ માત્ર હંગામી ધોરણે બનાવેલો રસ્તો છે.

મગરમચ્છની પીઠસમાન રસ્તાથી પાટણની પ્રજા પરેશાન, તંત્રનું મૌનવ્રત

વરસાદમાં ધોવાણઅઢી ઇંચ વરસાદમાં રોડ મગરમચ્છની પીઠસમાન બની જવાથી લોકો હેરાનગતિ સહન કરી રહ્યા છે. સામાન્ય કહી શકાય એવા વરસાદે તંત્રની રસ્તાની કામગીરીની પોલ ખોલી નાંખી છે. જ્યારે પણ ચોમાસું શરૂ થાય છે ત્યારે તંત્રની રસ્તા અંગે કામગીરી કેવી અને કેટલી ગુણવત્તાયુક્ત થઈ છે એ રહસ્ય ઉઘાડું પડી જાય છે. ઉબડખાબડ માર્ગોથી શહેરીજનો બન્યા ત્રસ્ત બન્યા છે. ખાસ કરીને પાટણના મુખ્યમાર્ગ ગણાતા રસ્તાઓ પર દરરોજના હજારો લોકો આ ખાડાઓનો માર સહન કરીને જાય છે.

આ પણ વાંચો પૂર્વ CM વિજય રૂપાણી કહ્યું કે પાર્ટી ના પાડશે તો નહીં લડુ ચૂંટણી

ઉતાવળે પકવેલા આંબા ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી પાટણ ખાતે કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન સહિતના પ્રધાનો અને અધિકારીઓનો કાફલો રેલવે ગરનાળા પાસેથી પસાર થવાનો હોવાથી યુદ્ધના ધોરણે રાતોરાત ગ્રાન્ટ પાસ કરીને કોઈ પ્રકારના ટેકનિકલ મુદ્દાઓની તપાસ કર્યા વગર રસ્તા બનાવી કાઢ્યા હતા. ઉતાવળે પકવેલા આંબા આમ પણ ક્યારેય મીઠા હોતા નથી. એ જ રીતે રસ્તાની સ્થિતિ પણ હાડકાતોડે એવી થઈ ગઈ છે. એવામાં સામાન્ય વરસાદ થતા આ ખાડાઓમાં પાણી ભરાઈ જાય છે. જેમાં પછીથી મચ્છર અને અન્ય જીવજંતુનો ત્રાસ ઊભો થાય છે. ક્યાંક કાંકાર ઉખડી ગયા છે તો ક્યાંક રસ્તા પર જાણે કોઈ ડામરની આકૃતિ દોરી હોય એવું લાગે છે.

ABOUT THE AUTHOR

...view details