ખેડૂતો રોકડિયા પાકને આપે છે મહત્વ પાટણજિલ્લામાં સૌપ્રથમ વખત રવિ સિઝનમાં હારીજ તાલુકાના ખેડૂતોએ મોટા પ્રમાણમાં બટાકાનું (Potatoes planted Harij) વાવેતર કર્યું છે. ખેડૂતોએ 245 હેક્ટર જમીનમાં આધુનિક ખેતીની મદદથી આ વાવેતર કરવામાં સફળતા મેળવી છે. સાથે જ તેમણે બાગાયતી ખેતી તરફ પગરવ (Horticulture in Patan) માંડ્યા છે.
ખેડૂતો રોકડિયા પાકને આપે છે મહત્વબટાકાની સૌથી વધુ ખેતી (Potato Cultivation in Patan) બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણા પંથકમાં જોવા મળે છે. ત્યારે પાટણ જિલ્લાના સિદ્ધપુર પંથકમાં છુટાછવાયા વિઘાંમાં બટાટાની ખેતીનુ વાવેતર થતું હતું . ખાસ કરીને આ જિલ્લામાં રવિ સીઝનમાં રોકડીયા પાકને ખેડૂતો વધુ મહત્વ આપે છે. તો આ વર્ષે હારીજ (Potatoes planted Harij) તાલુકાના ખેડૂતોએ આધુનિક ખેતી અપનાવી બાગાયતી ખેતી (Horticulture in Patan) તરફ પગરવ માંડયા છે.
ખેડૂતોનું પ્રેરણાત્મક ઉદાહરણ હારીજ તાલુકાના ગોવના, બોરતવાડા અને કલાણા ગામે સૌપ્રથમ વખત 245 હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર કર્યું છે. તો તમામ બટાટા ડ્રિપ એરિગેશન (Drip irrigation) દ્વારા પાણી આપી ઓછા પાણીના (Water shortage in Patan) વપરાશ સાથે ખેતી કરી આ ખેડૂતોએ વિસ્તારના અન્ય ખેડૂતોને પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડી બટાટાની ખેતી (Potato Cultivation in Patan) કરવા પ્રોત્સાહન આપ્યું છે.
ખેડૂતો આપી રહ્યા છે માર્ગદર્શન હારીજ તાલુકાના (Potatoes planted Harij) ગોવના ગામના ખેડૂતે ચાલુ વર્ષે 300 વીઘાં જમીનમાં, જ્યારે કલાણા ગામની સીમમાં પણ અરવલ્લી જિલ્લાના ખેડૂતે એક ફાર્મની 500 વીઘાં જમીન ભાડાપટ્ટે રાખી તેમાં બટાકાનું વાવેતર કર્યું છે. સાથે જ તેઓ આ વિસ્તારના લોકોને બટાકાની ખેતીનું (Potato Cultivation in Patan) માર્ગદર્શન આપી રહ્યા છે.
ખેડૂતો બનશે સદ્ધર પાટણ જિલ્લામાં બટાકાના વાવેતર અંગે (Potato Cultivation in Patan) ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લાના હારીજ અને સિદ્ધપુર પંથકમાં આ વર્ષે 795 હેક્ટર જમીનમાં ખેડૂતોએ બટાકાનું વાવેતર કર્યું છે. જ્યારે હારીજ તાલુકાના નવા વિસ્તારમાં 245 હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર કરવામાં આવ્યું છે . ત્યારે જીલ્લાના ખેડૂતોએ ખેતીના નવા આયામો સર કરતા તેઓ આર્થિક રીતે સદ્ધર બનશે.