પાટણઃ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ (India Post)દ્વારા વિવિધ પડતર માગણીઓ સાથે બે દિવસીય રાષ્ટ્રીય (Post office workers strike) હડતાળની જાહેરાતને પગલે પાટણ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે (Patan Post Office )એકત્ર થઇ સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો. જિલ્લાના 500થી વધુ કર્મચારીઓ હડતાળ પર ઉતરતા પોસ્ટના તમામ વ્યવહારો ખોરવાયા હતા.
માગણીઓ રજૂ કરી સરકાર સામે દેખાવો -પાટણની મુખ્ય પોસ્ટ ઓફિસ ખાતે મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્ર થઇ પોસ્ટ ઓફિસના કર્મચારીઓ માટેની નવી પેન્શન યોજના રદ કરી જૂની પેન્શન યોજના પુનઃ ચાલુ કરવા, ખાનગીકરણની હિલચાલ તેમજ ફ્રેન્ચાઇઝી આઉટલેટ્સ ખોલવાનું બંધ કરવા,ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સ્પીડ વધારવા,તથા કોરોનાને કારણે મૃત્યુ પામેલા કર્મચારીઓના પરિવારને રૂપિયા 10 લાખનું વળતર ચૂકવી પરિવારના એક સભ્યને નોકરી આપવી, જીડીએસની ખાલી જગ્યાઓ ભરવા, અઢાર મહિનાનું રોકી રખાયેલું મોંઘવારી ભથ્થુ તાકીદે ચૂકવવા સહિતની 13 જેટલી માગણીઓ રજૂ કરી સરકાર સામે દેખાવો કરી સૂત્રોચ્ચાર કર્યા હતા.