સમગ્ર દેશમાંથી પોલિયો નાબૂદ થાય તે માટે સરકાર દર વર્ષે વિવિધ કર્યક્રમો કરી દરેક બાળકોને ઘર સુધી પોલિયોના ટીપા પીવડાવવામાં આવે છે, ત્યારે આજથી શરૂ થયેલા પોલિયો નાબુદી અભિયાન અંતર્ગત શહેરની શ્રમજીવી આંગણવાડી ખાતે જિલ્લા કલેકટર આનંદ પટેલે પોલિયો સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું ને 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના બે ટીપા પીવડાવ્યા હતા. સાથે બાળકોને કીટ પણ આપવામાં આવી હતી.
પાટણમાં પોલિયો નાબૂદી અભિયાનની શરૂઆત - આનંદ પટેલ
પાટણ : શહેર સહિત જિલ્લામાંથી પોલિયો નાબુદી અભિયાનના ભાગ રૂપે શ્રમજીવી આંગણવાડી ખાતે જિલ્લા કક્ષાના પલ્સ પોલિયોનો ઉદ્ઘાટન સમારોહ જિલ્લા કલેકટર આનંદ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો ત્રણ દિવસમાં પોણા બે લાખ બાળકોને પોલિયો રસી આપવામાં આવશે.

પોલિયો નાબૂદી અભિયાન
પાટણમાં પોલિયો નાબૂદી અભિયાન ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો, કલેક્ટરે પીવડાવ્યા પોલિયો ટીપા
જિલ્લાના 900થી વધુ બુથ કેન્દ્રો, ટ્રાનજીસ્ટ પોઈન્ટ અને મોબાઇલ સેવા સાથે કુલ 25 હજારથી વધુ કાર્યકરો અને 100થી વધુ આરોગ્ય કર્મચારીઓ જિલ્લાના 1,80,000 બાળકોને પોલિયો રસીકરણ હેઠળ આવરી લેશે. શહેરી વિસ્તારમા 23 હજારથી વધુ બાળકોને પોલીયો રસીકરણ હેઠળ આવરી લેવાનો ચાલુ વર્ષેનો લક્ષ છે.