પાટણઃ શહેરમાં પોલીસે હેલ્મેટ વગરના વાહનચાલકોને દંડ આપવાની બદલે હેલ્મેટ આપવાની પહેલ શરૂ કરી છે. હાઇવે પર જિલ્લા પોલીસ અધિક્ષકે 50 જેટલા વાહન ચાલકોને હેલ્મેટ આપી અકસ્માતથી બચવા સલાહ સૂચનો આપ્યા હતા.
પાટણ પોલીસની અનોખી પહેલ, દંડના બદલે વાહનચાલકોને વિનામૂલ્યે આપ્યાં હેલ્મેટ - પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા પાટણ
પાટણ અધિક્ષક દ્વારા વાહનચાલકોની સલામતી માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે. હેલ્મેટ વગર વાહન ચલાવતા વાહનચાલકોને દંડના બદલે વિનામૂલ્યે હેલ્મેટ આપી અકસ્માતથી બચવા સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા.
પાટણ પોલીસની અનોખી પહેલ, દંડના બદલે વાહનચાલકોને વિનામૂલ્યે હેલ્મેટ વિતરણ
શહેરના શિહોરી ત્રણ રસ્તા હાઇવે પર શનિવારે પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ મકવાણા, ટ્રાફિક પોલીસ તેમજ સામાજિક સંગઠનના આગેવાનોના સહયોગથી 50 વાહનચાલકોને વિનામૂલ્યે હેલ્મેટ આપી અકસ્માતથી બચવા ફરજિયાત હેલ્મેટનો ઉપયોગ કરવાની સૂચનાઓ આપી હતી.
છેલ્લા 10 દિવસમાં જિલ્લા પોલીસ દ્વારા હાઇવે માર્ગો પર અલગ-અલગ જગ્યાએ ડ્રાઇવ યોજી 10 લાખ રૂપિયાનો દંડ વાહનચાલકો પાસેથી વસુલ કર્યો છે અને લોકોમાં હેલ્મેટ બાબતે જાગૃતિ આવે તે માટે વાહનચાલકોને વિનામૂલ્યે હેલ્મેટ આપવામાં આવ્યા હતા.
Last Updated : Sep 20, 2020, 12:44 PM IST