ગુજરાત

gujarat

ETV Bharat / state

Holi 2023 : પાટણમાં પોલીસ કર્મચારીઓએ હર્ષોલ્લાસ સાથે મનાવ્યો રંગોત્સવ - Holi 2023

પાટણ જિલ્લા પોલીસ હેડ ક્વાટર્સ ખાતે ધુળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા પોલીસ અધિક્ષક સહિત અધિકારી કર્મચારીઓએ એકબીજા પર પ્રાકૃતિક રંગોની છોળો ઉડાડી રંગોત્સવ મનાવ્યો હતો.

Holi 2023 : પાટણમાં પોલીસ કર્મચારીઓએ હર્ષોલ્લાસ સાથે મનાવ્યો રંગોત્સવ
Holi 2023 : પાટણમાં પોલીસ કર્મચારીઓએ હર્ષોલ્લાસ સાથે મનાવ્યો રંગોત્સવ

By

Published : Mar 8, 2023, 5:33 PM IST

Holi 2023 : પાટણમાં પોલીસ કર્મચારીઓએ હર્ષોલ્લાસ સાથે મનાવ્યો રંગોત્સવ

પાટણ : પોલીસ અધિકારી કર્મચારીઓ અને તેમના પરિવારજનો પણ ધુળેટીનો રંગોત્સવ પર્વ હર્ષોલ્લાસ સાથે મુક્ત મને માણી શકે તે માટે પાટણ જિલ્લા પોલીસ હેડ કવાટર ખાતે રંગોત્સવ કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ સહિત અધિકારી કર્મચારીઓ અને પોલીસ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. રંગોત્સવના આ પર્વને આનંદભેદ માણવા માટે પોલીસ હેડ કવાટરના મેદાનમાં પાણીના કુંડ બનાવી તેમ કેસુડો સહિત પ્રાકૃતિક કલરો નાખવામાં આવ્યા હતા.

Holi 2023 : પાટણમાં પોલીસ કર્મચારીઓએ હર્ષોલ્લાસ સાથે મનાવ્યો રંગોત્સવ

પોલિસ કર્મીઓએ એકબીજા પર રંગોની છોળો ઉડાડી :અતિ ઉત્સાહિત બનેલા અધિકારી કર્મચારીઓએ મુક્ત મને રંગોથી ભરેલા આ કુંડમાં એકબીજાને નાખી કલરોથી સ્નાન કરાવ્યું હતું. તો કેટલાક પોલીસ કર્મચારીઓએ પિચકારી ભરી એકબીજા ઉપર રંગોનો છંટકાવ કર્યો હતો. રંગોત્સવના આ પર્વમાં પાણીના ટેન્કરોથી પાણીનો મારો કરવામાં આવ્યો હતો. જેમાં દરેક પોલીસ અધિકારી કર્મચારીઓ ભીંજાયા હતા અને ડીજેના તાલે ગુજરાતનું ઘરેણું એવા ગરબાના તાલે જુમી ઉઠ્યા હતા અને એકબીજા ઉપર રંગો નાખી ધૂળેટી પર્વની ઉજવણી કરી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલે પોલીસ અધિકારી કર્મચારીઓ સહિત જિલ્લા વાસીઓને ધુળેટી પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

Holi 2023 : પાટણમાં પોલીસ કર્મચારીઓએ હર્ષોલ્લાસ સાથે મનાવ્યો રંગોત્સવ

આ પણ વાંચો :Holi 2023 : અમદાવાદમાં ભગવાન જગનાથજીને ચાંદીની પિચકારીથી રંગ લગાડ્યો

લોકોમાં આનેરો ઉત્સાહ :આસુરી શક્તિઓને ભસ્મીભૂત કરી વિશ્વમાં ભગવાનનું સ્વરૂપ હોવાનો અહેસાસ ત્યારે થાય છે જ્યારે પાપોનો જડમૂળથી નાશ થાય છે . વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દર વર્ષે હોળી પ્રગટાવી આસુરી શક્તિઓનો નાશ કરવામાં આવે છે અને બિજા દિવસે ધુળેટીનો રંગોત્સવ તહેવાર ઉજવવામાં આવે છે. પાટણમાં ધુળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. રંગોત્સવના પર્વમાં પાટણ શહેર જાણે અવનવા રંગોથી રંગાઇ ગયું હોય તેવા માહોલ ઠેરઠેર જોવા મળ્યો હતો. શહેરના મોહલ્લા, પોળો અને સોસાયટીઓમાં યુવાનો નાના બાળકો અને વડીલોએ એકબીજા ઉપર અબીલ ગુલાલ સહિતના રંગોની છોળો ઉડાડી રંગોનો તહેવાર મનાવ્યો હતો. નાના બાળકોએ એકબીજા ઉપર પિચકારીઓ વડે રંગ છાંટી ઉજવણી કરી હતી.

Holi 2023 : પાટણમાં પોલીસ કર્મચારીઓએ હર્ષોલ્લાસ સાથે મનાવ્યો રંગોત્સવ

આ પણ વાંચો :Holi 2023 : કેસુડા વગરની હોળી ધૂળેટી શી કામની ? પાનખરમાં વનની શોભા વધારનાર કેસૂડાંના ફૂલ વસંત અને રંગોત્સવનો વૈભ

ABOUT THE AUTHOR

...view details