પાટણઃ બોટાદ ચકચારી લઠ્ઠાકાંડ (Botad Latha Kand Case) પછી રાજ્યભરની પોલીસની જાણે ઊંઘ ઊડી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે પાટણ પોલીસ પણ હવે આ મામલે સતર્ક (Patan police alert) બની છે. અત્યારે અહીંની પોલીસ દારૂનો જથ્થો પકડવા હાથ ધોઈને પાછળ પડી છે. ત્યારે છેલ્લા 4 દિવસમાં પોલીસે અહીં સ્પેશિયલ પ્રોહિબિશન ડ્રાઈવ (Patan Police Special Prohibition Drive) પણ યોજી હતી. તેમ જ 97 જેટલા કેસ નોંધી 1,43,840 રૂપિયાનો દારૂનો મુદ્દામાલ જપ્ત (Action of Patan police to arrest liquor) કર્યો હતો.
પોલીસે બનાવી વિવિધ ટીમ -જિલ્લામાંથી દારૂની બદીને ડામવા માટે જિલ્લા પોલીસ વડાએ 33 ટીમ બનાવી હતી. આ ટીમે વિવિધ અડ્ડાઓ પર (Patan Police Special Prohibition Drive) દરોડા પાડી દેશી અને વિદેશી દારૂના 97 કેસ શોધી કાઢ્યા હતા. અહીં દેશી દારૂના 47 ગુના નોંધાયા છે. સાથે જ 497 કિલો દેશી દારૂનો જથ્થો પકડાયો હતો.
આ પણ વાંચો-મિથેનોલના એક પણ ટીપાંનો દુરુપયોગ ન થાય તે દિશામાં પોલીસની કામગીરી