- હની ટ્રેપના ચાર આરોપીઓને સિદ્ધપુર પોલીસે ઝડપ્યા
- પકડાયેલા તમામ આરોપીઓ પાટણ પંથકના
- ફરાર આરોપી મહિલાને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા
પાટણઃ સિદ્ધપુર ખાતે એક વેપારીનો તોડ કરવાના ઇરાદે ચાર શખ્સોએ એક અજાણી મહિલા સાથે મોબાઇલ પર વાત કરાવી હતી. ત્યારબાદ મહિલાને વેપારી પાસે મોકલી હતી અને ચારે જણાએ ત્યાં આવી બંનેને માર માર્યો હતો અને રૂપિયા 70 હજારની કિંમતનો સોનાનો દોરો, રૂપિયા 10 હજાર રોકડ લઈ લીધી હતી અને રૂપિયા 24 હજાર આપવાનો વાયદો કર્યો હતો. આ દરમિયાન ભોગ બનનારે પૈસા આપવાનો વાયદો કરી સમગ્ર હકીક્તથી પોલીસને વાકેક કરતાં પોલીસે ભોગ બનનારને સાથે રાખી છાકોશી ચાર રસ્તા પર આવેલા કોસ રોડ હોટલ ઉપર ચારે આરોપીઓને પૈસા લેવા બોલાવી છટકું ગોઠવી ઝડપી લીધા હતા.
આ પણ વાંચોઃ અમદાવાદ: નકલી પોલીસ બનીને ફરતો યુવક ઝડપાયાં બાદ હની ટ્રેપ કરતી ગેંગ કરી, ઝડપાઈ ગયો