પાટણ:જિલ્લામાં સતત વધી રહેલા વાહનચોરીના ગુનાઓને શોધી કાઢવા માટે જિલ્લા પોલીસ વડાની સુચનાથી સાંતલપુર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન PSIને ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે પોલીસે સાંતલપુરના રાણીસર ગામના એક ઇસમને ઝડપી પાડી તેની પુછપરછ કરી તેની પાસેથી ચોરીના 7 બાઈક કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.
સાંતલપુર પોલીસે ચોરીના બાઈક સાથે એક ઈસમની કરી ધરપકડ
સાંતલપુર પોલીસે વાહન ચોરી કેસમાં એક ઈસમની અટકાયત કરી તેની પાસેથી સાત બાઇક કબજે કર્યા છે.
સાંતલપુર
જિલ્લામાં કોરોના મહામારી વચ્ચે અને તે અગાઉ પણ બાઈક ચોરીની ઘટનાઓ સામે આવી હતી. સાંતલપુરના PSI બાતમીના આધારે રાણીસર ગામના સિંધી ફતેહ મહંમદ હાસમભાઈને ચોરીના બાઇકો સાથે ઝડપી લીધો હતો.