- યુવતીના પ્રેમ સંબંધને લઈ તાલિબાની સજા ફરમાવવાનો મામલો
- યુવતીના વીડિયો વાયરલની ઘટના બાદ પોલીસ હરકતમાં આવી
- ઘટનાને પગલે SP અને કલેક્ટર પહોંચ્યા હારીજ ખાતે
- 17 લોકોની અટકાયત કરી પોલીસ મથકે લવાયા
પાટણ: જિલ્લાના હારીજ (Harij) ખાતે વાદી વસાહતમાં એક યુવતીને પ્રેમ થતાં યુવતી પ્રેમી સાથે ચાર દિવસ અગાઉ ભાગી ગઈ હતી. જે અંગેની સમાજના લોકો અને પરિવારજનોને જાણ થતાં આગેવાનોએ તેણીને પકડી લાવી માથે મુંડન કરાવી, મોઢું કાળુ કરી માથે સળગતી સગડી મૂકી, કંતાનના કપડાં પહેરાવી વસાહતમાં ફેરવી હતી. યુવતીનો આ કરૂણ ઘટનાનો (punish woman In Harij) વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ખળભળાટ મચ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇને જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા અને જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંગ ગુલાટી તાત્કાલિક હારીજ ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના અંગે તપાસનો ચક્રો ગતિમાન કર્યા હતા. યુવતી સાથે અમાનવીય કૃત્ય કરનારા 17 જેટલા શખ્સોની અટકાયત (police arrested 17 people) કરી તેઓની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પાટણના હારીજમાં યુવતીને તાલિબાની સજા મામલે પોલીસે કરી 17ની અટકાયત હારીજ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ
જિલ્લા કલેક્ટર સુપ્રીત સિંગ ગુલાટીએ જણાવ્યું હતું કે, યુવતી સાથે આવું કૃત્ય કરનારા 17 લોકોની અટકાયત (police arrested 17 people) કરી તેઓની પૂછપરછ કરવામાં આવી છે. જેમાં જાણવા મળ્યું છે કે, સમાજના કાયદા વિરુદ્ધ કોઈ વ્યક્તિ જાય છે તેની સાથે સમાજ આ પ્રકારનું વર્તન કરે છે પણ આ કૃત્ય કાયદા વિરુદ્ધ છે. આ ઘટનામાં જે લોકો સંડોવાયેલા છે તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. તો જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા એ જણાવ્યું હતું કે, દીકરી સાથે અમાનવીય વર્તન કરનારાઓ સામે સમાજમાં દાખલો બેસે તે રીતેની સખત કાર્યવાહી કરવામાં આવશે. યુવતીની ઉંમર અંગે તપાસ ચાલુ છે. સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટના આધારે તેની ઉંમર નક્કી થશે અને જો યુવતી નાબલિક હશે તો તે પ્રમાણેની કલમો લગાવવામાં આવશે.
પાટણના હારીજમાં યુવતીને તાલિબાની સજા મામલે પોલીસે કરી 17ની અટકાયત આ પણ વાંચો: પ્રેમ કરવાની તાલિબાની સજા: પાટણમાં પ્રેમી સાથે ભાગેલી યુવતીનું મ્હોં કાળુ કર્યુ, વાળ કાપ્યા અને માથે સગડી મૂકીને વસાહતમાં ફેરવી
આ પણ વાંચો: સરથાણામાં જ્વેલર્સના દરવાજે અજાણ્યા શખ્સે 3 રાઉન્ડ ફાયરીંગ કર્યું, વેપારીએ શો- રૂમ બંધ કરી દેવો પડ્યો