ગુજરાત

gujarat

ETV Bharat / state

બહુચર્ચિત અયોધ્યા મુદ્દે ચુકાદાને લઈ પાટણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત - બહુચર્ચિત રામ જન્મ ભૂમિ અયોધ્યા જમીન વિવાદ

પાટણઃ બહુચર્ચિત રામ જન્મ ભૂમિ અયોધ્યા જમીન વિવાદ મામલે સુપ્રિમ કોર્ટના ચુકાદાને લઇ પાટણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શનિવારે સુપ્રીમ કોર્ટ દ્વારા પાંચ જજોની બૅન્ચવાળી બેઠકે અયોધ્યા મામલે ચુકાદો આપ્યો હતો.

બહુચર્ચિત અયોધ્યા મુદ્દે ચુકાદાને લઈ પાટણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

By

Published : Nov 9, 2019, 3:30 PM IST

અયોધ્યા જમીન વિવાદ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઇને પાટણ શહેર સહિત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા સમગ્ર જિલ્લામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરના મુખ્ય માર્ગો પર બજારો અને સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ કર્મચારીઓને બંદોબસ્તમાં તૈનાત કરાયા છે. પોલીસ સહિત બે ટૂકડીઓ SRPની પણ તૈનાત કરાઇ છે. આ ઉપરાંત શહેર સહિત જિલ્લામાં શાંતિ બની રહે તે માટે લોકોને શાંતિ જાળવી રાખવા પોલીસ અધિક્ષક દ્વારા અપીલ કરાઇ છે.

બહુચર્ચિત અયોધ્યા મુદ્દે ચુકાદાને લઈ પાટણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

અયોધ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે, અયોધ્યામાં રામમંદિર બનશે અને મુસ્લિમ મસ્જિદ બનાવવા માટે પણ જમીનની વહેંચણી કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details