ગુજરાત

gujarat

ETV Bharat / state

વડાપ્રધાન સંસદમાં જુઠાણું ચલાવે છે : કોંગ્રેસ નેતા - પાટણ કોંગ્રેસ

કોરોના સમયે પરપ્રાંતિયોને કોંગ્રેસ દ્વારા ઉશ્કેરવામાં આવ્યા હોવાનો દોષારોપણ સાંસદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો હતો. મોદીના જૂઠાણાનો પર્દાફાશ (Congress exposes PM Modi lies) કરી કોંગ્રેસે કોરોના કાળમાં કરવામાં આવેલ સેવાકીય પ્રવૃત્તિની માહિતી આપવા માટે જીલ્લા કોંગ્રેસ સમિતિ (Patan District Congress Committee) દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન સંસદમાં જુઠાણું ચલાવે છે :  પાટણ કોંગ્રેસ
વડાપ્રધાન સંસદમાં જુઠાણું ચલાવે છે : પાટણ કોંગ્રેસ

By

Published : Feb 11, 2022, 7:52 AM IST

પાટણ: પાટણ જિલ્લા પંચાયત વિપક્ષ નેતા અશ્વિન પટેલે (Patan District Panchayat Leader of Opposition Ashwin Patel) પત્રકારોને જણાવ્યું હતું કે, સંસદમાં વડાપ્રધાન જૂઠાણું ચલાવી પ્રજાને ગુમરાહ કરી રહ્યા છે. તેઓના દાવાને ફગાવી દઈકોંગ્રેસ પક્ષ દ્વારા કોરોના કાળમાં જરૂરિયાત મંદો પાછળ રૂપિયા 27.20 કરોડ ખર્ચવામાં આવ્યા છે.

વડાપ્રધાન સંસદમાં જુઠાણું ચલાવે છે : પાટણ કોંગ્રેસ

આ પણ વાંચો:પાટણ જિલ્લા કોંગ્રેસ સંકલન સમિતિની બેઠક યોજાઇ

કોંગ્રેસે 90 લાખના ખર્ચે 6 લાખ લોકોને માસ્ક વિતરણ કર્યું

સ્થળાંતર કરનાર પર પ્રાંતિયોને રૂપિયા 2.5 લાખની મદદ કરી છે. બસ, ટ્રેન દ્વારા એક લાખ વ્યક્તિઓને રૂપિયા 5 કરોડની આર્થિક મદદ, ત્રણ લાખ લોકોને 11 કરોડના ખર્ચે રાશન કિટનું વિતરણ, ગુજરાતના 68 ધારાસભ્યોએ રૂપિયા 6.80 કરોડ આપ્યા છે. 90 લાખના ખર્ચે 6 લાખ લોકોને માસ્ક વિતરણ કર્યું છે. તેમજ 20 લાખના ખર્ચે 2000 PPE કીટ્સનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો:UP assembly election 2022 : કોંગ્રેસે હટાવ્યું સ્ટાર પ્રચારક યાદીમાંથી સોનિયા અને મનમોહનનું નામ, જાણો કોણ કરશે પ્રચાર

પરપ્રાંતીય શ્રમિકો પાછળ રૂપિયા 15 લાખનો કર્યો હતો ખર્ચ

પાટણ જિલ્લામાં કોંગ્રેસ દ્વારા રૂપિયા 15 લાખનો ખર્ચે કન્ટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો હતો. જેમાં પાટણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રહેતા પરપ્રાંતિયોને તેમના વતન જવા માટે ટીકીટ ખર્ચ કરી પહોંચતા કરવામાં આવ્યા હતા. અશ્વિન પટેલે વધુમાં જણાવ્યું હતું કે, પાટણ જિલ્લાના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો કિરીટ પટેલ, ચંદનજી ઠાકોર અને રઘુ દેસાઈએ પણ મદદ કરી હતી. જિલ્લામાં ત્રણ હજારથી વધુ રાસન કીટનું વિતરણ કોંગ્રેસ દ્વારા કરાયું હતું. તેમજ રાધનપુરના ધારાસભ્ય રઘુ દેસાઈએ 400થી વધુ PPE કીટનું વિતરણ પણ કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details