પાટણ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી11 માર્ચે અમદાવાદ (PM Modi In Ahmedabad) ખાતે યોજાનારા સરપંચ સંમેલન (Panchayat Maha Sammelan 2022) તેમજ 12 તારીખે ખેલ મહાકુંભ (Khel Mahakumbh 2022)ના ઉદ્ઘાટન સમારોહમાં ઉપસ્થિત રહેવાના છે. આ કારણે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓના ST ડેપો (ST Depot Gujarat) ખાતેથી અનેક રૂટની બસો આ પ્રોગ્રામમાં ફાળવવામાં આવી છે. જે અનુસંધાને પાટણજિલ્લા ST ડેપો (Patan District ST Depot) દ્વારા રાત્રીની 61 બસોના રૂટ ટૂંકાવીને તમામ બસો આ કાર્યક્રમમાં ફાળવવામાં આવી છે.
પાટણ જિલ્લાની રાત્રીની 61 બસોના રૂટ ટૂંકાવીને તમામ બસો આ કાર્યક્રમમાં ફાળવવામાં આવી છે. આ પણ વાંચો:PM Modi Gujarat Visit 2022 : એરપોર્ટથી કમલમ સુધી પીએમ નરેન્દ્ર મોદીના રોડ શોની ધૂમ તૈયારીઓના જૂઓ દ્રશ્યો
STની આવક પર અસર પડશે
આ બસો પૈકી ચાણસ્મા ડેપોની 7, સિદ્ધપુર ડેપોની 8 (Siddhapur ST Depot Buses), હારીજ ડેપોની 6, સમી ડેપોની 6, શંખેશ્વર ડેપોની 4, રાધનપુર ડેપોની 5 અને પાટણ ST ડેપોની 16 બસો ફાળવવામાં આવી છે. બીજી તરફ આ કારણે STની 1.25 લાખ રૂપિયાની આવક પર અસર પડશે. ગ્રામ્ય વિસ્તારોમાંથી અવરજવર કરતા મુસાફરો (Transportation In Patan)ને પણ 2 દિવસ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
આ પણ વાંચો:PM Narendra Modi visits Gujarat : PM મોદીના પ્રવાસને લઈને શહેરના ક્યાં ક્યાં રસ્તાઓ બંધ રહેશે જુઓ..!
મુસાફરોને કોઈપણ જાતની તકલીફ નહીં પડે: ATI ગૌતમ રાવલ
પાટણ ST ડેપોના ATI ગૌતમ રાવલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2 દિવસના ગુજરાત પ્રવાસ માટે પાટણની બસો ફાળવવામાં આવી છે જે રાત્રીના રૂટો (Night Buses For Patan) ટૂંકાવીને ફાળવવામાં આવી છે. મુસાફર જનતાને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે પાટણ ST તંત્ર દ્વારા તમામ કામગીરીઓ કરવામાં આવી રહી છે.