ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં મધ્ય રાત્રિએ તોફાની પવનથી સોલાર પેનલ્સની પ્લેટ્સ હવામાં ઉડી - માખણીયા પરા વિસ્તાર

પાટણ શહેરમાં બુધવારે મધ્ય રાત્રિએ એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો અને ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાતા વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે ઘરના ધાબાઓ પર સૂતેલા લોકો સફાળા જાગી ગયા હતા અને અચાનક બદલાયેલા હવામાનને લઈ ઘરમાં દોડી ગયા હતા. પાટણ શહેરના માખણીયા વિસ્તારમાં આવેલ STP પ્લાન્ટના બિલ્ડિંગ પર લગાવવામાં આવેલી સોલાર પેનલ્સ હવામાં ફંગોળાતા લાખો રૂપિયાનું નુકસાન થયાનો અંદાજ છે.

પાટણ સમાચાર
પાટણ સમાચાર

By

Published : Jun 4, 2021, 8:40 PM IST

  • STP પ્લાન્ટના બિલ્ડિંગ પર લગાવેલી સોલાર પેનલ્સને લાખોનું નુકસાન
  • પાટણ પંથકમાં બુધવારની મધ્ય રાત્રિએ વાતાવરણમાં પલટો
  • ધાબા પર સૂતેલા લોકો સફાળા જાગીને નીચે દોડી આવ્યા

પાટણ : તૌકતે વાવાઝોડાનો ભય ટળ્યા બાદ બુધવારે મધ્યરાત્રીએ પાટણ પંથકમાં એકાએક ધૂળની ડમરીઓ સાથે 60થી 70 KMની ઝડપે પવન ફૂંકાયો હતો. વાદળો સાથે વીજળીના તેજ લિસોટા અને મેઘગર્જનાથી વાતાવરણ બિહામણું બન્યું હતું. એકાએક કડાકા સાથેના આ વાતાવરણથી થોડી વાર માટે લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા. ભારે પવનથી પાટણ શહેરમાં માખણીયા પરા વિસ્તારમાં GUDC દ્વારા તૈયાર કરવામાં આવેલ STPપ્લાન્ટમાં સોલાર પેનલ્સ લગાવવામાં આવી હતી. જે ભારે તોફાની પવનથી હવામાં ફંગોળાઈ હતી. જેને કારણે લાખો રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ સેવાઈ રહ્યો છે.

સિદ્ધપુરમાં 5 MM વરસાદ નોંધાયો

ABOUT THE AUTHOR

...view details