પાટણમાં શાકભાજીની લારીઓ માટે જગ્યાઓ નક્કી કરાઈ - કોરોના તાજા સમાચાર
કોરોનાની મહામારીમાં વાઇરસના સંક્રમણને ફેલાતું અટકાવવા શહેરની મુખ્ય બજાર તેમજ મહોલ્લા પોળોમા ફરતી અને ઉભી રહેતી શાકભાજીની લારીઓ માટે વહીવટી તંત્ર દ્વારા શહેરમાં અલગ અલગ સાત જેટલી જગ્યાઓ નિયત કરવામાં આવી છે.
પાટણઃ કોરોના વાઇરસના સંક્રમણને ફેલાતો અટકાવવા શહેરની મુખ્ય બજાર તેમજ મહોલ્લા પોળોમા ફરતી અને ઉભી રહેતી શાકભાજીની લારીઓ માટે વહીવટી તંત્ર દ્વારા શહેરમાં અલગ અલગ સાત જેટલી જગ્યાઓ નિયત કરવામાં આવી છે. જેનો આજથી અમલ કરવામાં આવ્યો છે.
પાટણ પ્રાંત અધિકારી અને નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા શહેરમા આડેધડ રીતે ઉભી રહેતી અને ફરતી શાકભાજીની લારીઓ માટે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે અને કોરોના ચેપથી ગ્રાહક અને વેપારી સુરક્ષિત બની રહે તે માટે શહેરના અલગ અલગ વિસ્તારોમાં સાત સ્થળ પસંદ કરવામાં આવ્યા છે. સવારથી જ આ નિયત કરેલી જગ્યાઓ પર વોર્ડ ઈન્સ્પેક્ટરોએ એકબીજા વચ્ચે અંતર જળવાઈ રહે તેવી રીતે લારીઓ ઉભી રખાવી હતી.
વહીવટી તંત્રની આ કામગીરીથી શાકભાજીની લારીઓ ઉપર જોવામળતા ટોળાનો અંત આવશે નક્કી કરેલા આ સ્થળો પર શાકભાજી લેવા આવનાર વ્યક્તિનુ ટેમ્પ્રેચર ગનથી ટેમ્પ્રેચર માપવાની વ્યવસ્થા આગામી સમયમાં કરવામાં આવશે.