પાટણ : પાટણ શહેરનો કૂદકે ને ભૂસકે વિકાસ થઈ રહ્યો છે. વૃક્ષો કાપી નવી સોસાયટીઓ તેમજ મોટા કોમ્પલેક્ષ શો બની રહ્યા છે. શહેરમાં ઘટાદાર વૃક્ષો માત્ર ક્યાંક ક્યાંક જ નજરે આવે છે, ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ગરમીના (Patan Highest Temperature) પ્રકોપ વચ્ચે આવા ઘટાદાર વૃક્ષો માનવજાત અને પશુઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે. કારણ કે, શહેરના હાઇવે વિસ્તારમાં તાજેતરમાં યોજાયેલો એક સામાજિક પ્રસંગમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકોએ ધોમધખતા તડકાથી (Patan Weather Report) બચવા એક ઘટાદાર વૃક્ષની નીચે શીતળતા મેળવી હતી.
પાટણમાં પ્રકૃતિ સામે ખતરો - પાટણ વિકાસની દોટમાં જંગલ, નદી, નાળા, સરોવરો સહિત કુદરતી સ્ત્રોત સામે ખતરો ઉભો થઇ રહ્યો છે. જંગલો અને વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું હોય તેમજ પર્યાવરણીય સમતુલા જોખમાઈ રહી છે. વિકાસ માટે થઇને લીલાછમ ઘટાદાર વૃક્ષોનો નાશ થઈ રહ્યો છે. જેથી ઋતુચક્રમાં અણધાર્યા બદલાવ અનુભવવા મળી રહ્યા છે. ગ્લોબલ વોર્મિંગના ખતરા સામે સાવધાન અને સલામત રહેવા પર્યાવરણ જાળવવા નિષ્ણાતો ચેતવણી આપી રહ્યા છે, ત્યારે વધુને વધુ વૃક્ષો વાવી (Vruksh Vavo Vruksh Bachao) ધરતીને હરિયાળી બનાવવા સૌએ જાગૃત બનવાની જરૂર છે.
આ પણ વાંચો :આ તે કેવો દિપડો..... વૃક્ષ પર ચઢીને કરી રહ્યો છે આ કામ, લોકો જોઈને બોલ્યા...