ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં જૈન સમાજના લોકોએ જ્ઞાન પાંચમની ઉજવણી કરી - હસ્તપ્રતો

પાટણના હેમચંદ્રયચાર્ય જ્ઞાન ભંડાર ખાતે ગુરુવારે લાભ પાંચમના દિવસે જૈન સમાજના લોકોએ જુના પૌરાણિક ગ્રંથો, પુસ્તકો અને સોનાના વરખની સહીથી લખાયેલા હસ્તપ્રતોના દર્શન કરી પૂજા કરી હતી.

પાટણમાં જૈન સમાજના લોકોએ જ્ઞાન પાંચમની ઉજવણી કરી
પાટણમાં જૈન સમાજના લોકોએ જ્ઞાન પાંચમની ઉજવણી કરી

By

Published : Nov 20, 2020, 10:31 AM IST

● પાટણમાં જૈન સમાજના લોકોએ જ્ઞાન પાંચમની કરી ઉજવણી
● જ્ઞાન ભંડારમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો વિવિધ ગ્રંથોનું પૂજન કરવા ઉમટ્યા
● હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારમાં જૈન સમાજના લોકોએ જૂના ગ્રંથોની કરી પૂજા

પાટણ: હેમચંદ્રયચાર્ય જ્ઞાન ભંડાર ખાતે ગુરુવારે લાભ પાંચમના દિવસે જૈન સમાજના લોકોએ જુના પૌરાણિક ગ્રંથો, પુસ્તકો અને સોનાના વરખની સહીથી લખાયેલા હસ્તપ્રતોના દર્શન કરી પૂજા કરી હતી.

જ્ઞાન પાંચમની ઉજવણીનો ઈતિહાસ

ગુજરાતમાં સોલંકી કાળને સુવર્ણકાળ તરીકે ઓળખવામાં આવે છે. સોલંકી કાળના રાજા સિદ્ધરાજ જયસિંહે હાથીની અંબાડી પર "સિદ્ધહેમ"વ્યાકરણ ગ્રંથની સવારી કાઢી હતી, ત્યારથી લઈ આજ દિન સુધી આ ભૂમિ પર જ્ઞાનની પૂજા થતી રહી છે. હિન્દૂ સંસ્કૃતિમાં કારતક સુદ પાંચમને લાભ પાંચમ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જયારે જૈન સમાજ આ દિવસને જ્ઞાન પાંચમ તરીકે ઉજવે છે. આ દિવસે જૈન સમાજના લોકો જુના ગ્રંથોની પૂજા કરે છે, ત્યારે આજે પાટણ શહેરના હેમચંદ્રયચાર્ય જ્ઞાન ભંડારને આજના દિવસ માટે ખાસ ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જયાં સૌ જૈન ભાઈ બહેનો પૌરાણિક ગ્રંથો, પુસ્તકો, સોનાના વરખની સહીથી લખાયેલા હસ્તપ્રતોની પૂજા કરી વર્ષો જૂની પરંપરાને જાળવી હતી.

પાટણમાં જૈન સમાજના લોકોએ વિવિધ ગ્રંથોનું પૂજન કરી વર્ષો જૂની પરંપરા જાળવી

જૈન સમાજમાં જ્ઞાનને વિશેષ મહત્વ આપવામાં આવે છે. લાભ પાંચમના દિવસે સમગ્ર જૈન ગ્રંથ ભંડારોમા ગ્રંથોનું પૂજન કરવામાં આવે છે, ત્યારે લાભ પાંચમના દિવસે પંચાસર દેરાસર નજીક આવેલા હેમચંદ્રાચાર્ય જ્ઞાનભંડારમાં સવારથી જ જૈન સમાજના લોકો જ્ઞાન ભંડારમાં સચવાયેલા વિવિધ ગ્રંથોનું પૂજન કરવા આવ્યા હતા અને ભક્તિભાવ પૂર્વક આ અમૂલ્ય ગ્રંથોની પૂજા-અર્ચના કરી વર્ષોની પરંપરા જાળવી હતી.

પાટણમાં જૈન સમાજના લોકોએ જ્ઞાન પાંચમની ઉજવણી કરી
તત્કાલિન મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન કનૈયાલાલ મુનશીના હસ્તે કરાઇ હતી સ્થાપનાપાટણ શહેરના પંચાસર દેરાસર વિસ્તારમાં આવેલા હેમચંદ્રાચાર્ય જ્ઞાન ભંડારની સ્થાપના 7 એપ્રિલ 1939માં તત્કાલિન મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન અને વિખ્યાત સાહિત્યકાર કનૈયાલાલ મુનશીના હસ્તે કરવામાં આવી હતી. મુનિ પુણ્યવિજયજી મહારાજના ભગીરથ પ્રયાસોથી પાટણના 19 ગ્રંથ ભંડારોને એકત્રિત કરી વિવિધ ગ્રંથો આ જ્ઞાન ભંડારમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે. જૈન જ્ઞાન ભંડારમાં જૈન ધર્મના, બૌદ્ધ ધર્મના અને આયુર્વેદના મળી કુલ 26 હજાર હસ્તલિખિત ગ્રંથો સંગ્રહાયેલા છે. જેમાં 25 હજાર કાગળ પર લખેલા, એક હજારથી વધુ તાડપત્રો પર લખેલા અને બે દુર્લભ હસ્તપ્રતો આ જ્ઞાન ભંડારમાં સચવાયેલા છે. જ્ઞાન ભંડારમાં 26000 હસ્તલિખિત ગ્રંથો સંગ્રહાયેલા છે

જ્ઞાન જારવાની વિધિ

પાટણમાં જૈનોએ પરંપરાગત રીતે જ્ઞાન જારવાની વિધિ કરી હતી. ખાસ કરીને બાળકોને પણ જૂના ગ્રંથોની પૂજા કરાવી હતી. જેથી કરીને આ સંસ્કૃતિ જળવાઈ રહે. આમ વર્ષો જૂના પરંપરા જૈન લોકોએ આજે પણ અકબંધ રાખી છે.

ABOUT THE AUTHOR

...view details