ગુજરાત

gujarat

ETV Bharat / state

પાણીએ કરાવ્યું ભાજપથી વેર, આગેવાનોએ કેસરિયો છોડી પકડ્યો 'હાથ' - ગુજરાત વિધાનસભાની ચૂંટણી

રાધનપુર તાલુકાના પોરણા ગામમા છેલ્લા 40 વર્ષથી પાણીની સમસ્યાનું(Water problem) નિરાકરણ ન આવતાં, ગામના સરપંચ સહિત 500 જેટલા આગેવાનો વિધિવત રીતે ભાજપનો છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયા(BJP leaders join Congress) હતા.

સમસ્યાનું સમાધન ન થતા આગેવાનોએ કર્યો પક્ષ પલટો
સમસ્યાનું સમાધન ન થતા આગેવાનોએ કર્યો પક્ષ પલટો

By

Published : Jun 12, 2022, 7:22 PM IST

Updated : Jun 12, 2022, 7:57 PM IST

પાટણ : આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ(Gujarat Assembly Election 2022) આવી રહી છે. તમામ પક્ષોના આગેવાનો પોતાના વિસ્તારની સમસ્યાઓ અંગેની જાણકારી મેળવીને તેના નિરાકરણ માટેના પ્રયાસો કરી રહ્યા છે. રાધનપુરનું પોરાણા ગામ છેલ્લા 40 વર્ષથી પીવાના પાણીની સમસ્યાની(Water problem) હાલાકી ભોગવી રહ્યું છે. વહીવટી તંત્ર કે સત્તાધારી પક્ષ દ્વારા પાણી બાબતે કોઈ જ નિરાકરણ લાવવામાં આવી રહ્યું નથી. જેના કારણે ગામના સરપંચ તેમજ આગેવાનો સહિતના 500 લોકો કોંગ્રેસમાં જોડાયા(BJP leaders join Congress) હતા.

સમસ્યાનું સમાધન ન થતા આગેવાનોએ કર્યો પક્ષ પલટો

આ પણ વાંચો - ગુજરાત 'આપ' મા થયા મોટા બદલાવો, જાણો કોને કયા ખાતાની કરવામાં આવી ફાળવણી

500 લોકો જોડાયા - કોંગ્રેસમાં જોડાતા ધારાસભ્ય રઘુ દેસાઈએ તેમામ લોકોને ખેશ પહેરાવીને પાર્ટીમાં આવકાર્યા હતા. ગામમાં નવીન બોર બનાવવા માટે આર્થિક સહાય પણ ગામલોકોને અર્પણ કરવામાં આવી હતી. રઘુ દેસાઈએ જણાવ્યું કે, આ વિસ્તારમા જે રીતે કામ કરી રહ્યો છું, તેનાથી લોકો સંતુષ્ઠ છે. કોંગ્રેસ પાર્ટી આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 125 થી વધુ સિટ પર જીત મેળવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો - સોનિયા ગાંધીની તબિયત લથડી, ગંગારામ હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ

Last Updated : Jun 12, 2022, 7:57 PM IST

ABOUT THE AUTHOR

...view details