ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણવાસીઓએ સોશિયલ ડિસ્ટન્સ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી - Janmashtaminews

જન્માષ્ટમીના પાવન પર્વને લઇ પાટણમાં કૃષ્ણ મંદિરોમાં સવારથી દર્શનાર્થીનો ધસારો જોવા મળ્યો હતો. ચાલુ વર્ષે વૈશ્વિક કોરોના મહામારીને લઇ ધાર્મિક તહેવારોના ઉત્સવમાં ગ્રહણ લાગ્યું છે. જન્માષ્ટમીના પાવન પર્વમાં શ્રદ્ધાળુઓએ સરકારની માર્ગદર્શિકા મુજબ કૃષ્ણ મંદિરમાં દર્શન કર્યા હતા.

PATAN
પાટણ

By

Published : Aug 12, 2020, 3:51 PM IST

પાટણ : શ્રાવણ માસમાં જન્માષ્ટમી પર્વનું અનેરૂ મહત્વ હોય છે. આ દિવસે દરેક લોકો પોતાના ઘરમાં કૃષ્ણ જન્મોત્સવનો ઉત્સવ મનાવે છે. તેમજ વિવિધ કૃષ્ણ મંદિરોમાં જઈને પૂજા-અર્ચના કરી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરે છે. શહેરના હિંગળાચાચરમાં આવેલું અતિપ્રાચીન રાધાકૃષ્ણ મંદિર ખાતે દર વર્ષે જન્માષ્ટમી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને લઇ ધાર્મિક ઉત્સવોને પણ ગ્રહણ લાગ્યું છે.

સોશિયલ ડિસ્ટનેસ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી

રાધાકૃષ્ણ મંદિર ભક્તો માટે દર્શનાર્થે ખુલ્લું મુકવામાં આવ્યું હતું. જેમાં મંદિરના સંચાલકો એ સરકારની ગાઇડલાઇન મુજબ સેનિટાઇઝની સાથે સામાજિક અંતર જળવાઈ રહે તે માટે મંદિરમાં ગોળ કુંડાળા કર્યા હતા. જેમાં ભક્તોએ ઊભા રહી ભગવાનના દર્શન કર્યા હતા. તો રાત્રિના સમયે કૃષ્ણ જન્મોત્સવમાં પણ મર્યાદિત લોકોને જ પ્રવેશ આપી જન્મોત્સવની ઉજવણી કરવાની વ્યવસ્થા પણ મંદિરના આયોજકો દ્વારા કરાઈ છે.

પાટણવાસીઓએ સોશિયલ ડિસ્ટનેસ સાથે જન્માષ્ટમી પર્વની ઉજવણી કરી
જન્માષ્ટમી પર્વને લઇ રાધાકૃષ્ણ મંદિર પાસે ભરાતો લોકમેળો ચાલુ વર્ષે કોરોના મહામારી ને કારણે બંધ રાખવામાં આવ્યો હતો.તો બીજીતરફ પાટણની ધર્મપરાયણ જનતાએ શ્રદ્ધા ભક્તિ સાથે મંદિરોમાં જઈ દર્શન કર્યા હતા.

ABOUT THE AUTHOR

...view details