પાટણમાં 1000ના દંડથી બચવા લોકો માસ્ક પહેરવા જાગૃત બન્યા - latest news of patan
કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવા માટે રાજ્ય સરકારે જાહેરમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી રૂપિયા 1000નો દંડ વસુલ કરવાના આદેશ જારી કર્યા છે. જેને પગલે પાટણમાં લોકો દંડથી બચવા ફરજિયાત માસ્ક પહેરતા જોવા મળ્યા હતા.
દંડથી બચવા લોકો માસ્ક પહેરવા જાગૃત બન્યા
પાટણઃ રાજ્યમાં કોરોના વાયરસ દિવસે દિવસે ઘાતક બની રહ્યો છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે હાઈકોર્ટની ગાઇડલાઇન મુજબ રાજ્યમાં 11 ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી દંડની રકમ વધારીને 1000 વસૂલવાના આદેશ જારી કર્યા છે. જેને પગલે પાટણમાં મંગળવારે લોકોમાં મસ્ક પહેરવા અંગેની જાગૃતિ જોવા મળી હતી. શહેરના મુખ્ય બજારોમાં રાહદારીઓ, વાહનચાલકો તેમજ લારી ગલ્લાના વેપારીઓ પણ દંડથી બચવા ફરજિયાત માસ્ક પહેરી ફરતા જોવા મળ્યા હતા.