હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટી ખાતે આજથી 19મો ત્રિદિવસીય હેમચંદ્રચાર્ય સમારોહનો પ્રારંભ કરાયો હતો. યુનિવર્સીટીના સંસ્કૃત, ભારતીય વિદ્યા અનુસ્નાતક વિભાગ , ઉત્તર ગુજરાત યુનિવર્સીટી અને શ્રીમદ્ પાટણ જૈન જ્ઞાન મંદિરના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ અને જાણીતા પત્રકાર વિષ્ણુભાઈ પંડ્યા ખાસ હાજર રહ્યાં હતાં.
પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં ત્રિદિવસીય સમારોહ યોજાયો - Gujarati news
પાટણઃ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં ત્રિદિવસીય સમારોહનું આયોજન કરાયું હતું. જેમાં સંસ્કૃત અને ભારતીય વિદ્યા અનુસ્નાતક વિભાગ અને પાટણ જૈન જ્ઞાન મંદિરના સંયુક્ત ઉપક્રમે 19મો અખિલ ભારતીય હેમચંદ્રાચાર્ય સમરોહ યોજાયો હતો. જેને યુનિવર્સીટીના કુલપતિએ વિધિવત રીતે ખુલ્લો મુક્યો હતો.
આ સમારોહમાં સંસ્કૃત ભાષા વધુમાં વધુ વિસ્તરે સાથે જ આજનો યુવા સંસ્કૃત ભાષા પ્રત્યે રૂચી ધરાવતો થાય તેવા પ્રયાસો કરતી ઉત્તર ગુજરાત યુનીવર્સીટીના પ્રયાસને બિરદાવ્યો હતો.ત્યારબાદ યુનિવર્સીટીના MA અને M.phil સેમિસ્ટરમાં એકથી ચારમાં પ્રથમ અને બીજા ક્રમે આવનાર વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવી હતી. સાથે હેમપ્રભા નાવમાં વોલ્યુમનું વિમોચન મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત હેમચંદ્રાચાર્યના જીવન કવન પર પ્રકાશ પાડી સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનું આપની સંસ્કૃતિમાં શું મહત્વ રહેલું છે, તે અંગે વિશેષ માર્ગદર્શન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. આમ, પાટણ ખાતે ત્રણ દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને સંસ્કૃતના વિદ્યાવાન તજજ્ઞો દ્વારા સંસ્કૃત ભાષાના મહત્વ વિશે જાણકારી આપવામાં આવી હતી.