ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan News: ચાણસ્મા ખાતે સરકારી ડાયાલિસિસ સેન્ટરમાં સુવિધાનો અભાવ, દર્દીઓ પરેશાન - Patan News

સરકાર દ્વારા કિડનીના રોગથી પીડાતા દર્દીઓ માટે જિલ્લા મથકની હોસ્પિટલો અને તાલુકા કક્ષાએ આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં મફતમાં ડાયાલિસિસની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. જે ગરીબ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે. ત્યારે ચાણસ્મા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ચાલતા ડાયાલિસિસ સેન્ટરમાં અપૂરતી સુવિધાઓ અને સેવાઓના કારણે ડાયાલિસિસ માટે આવતા દર્દીઓને ભારે હાલાકીયો વેચવી પડે છે. અહીંયા દવાઓ અને ડાયાલિસિસ માટેના પાણીનો પૂરતો સ્ટોક ન હોવાને કારણે દર્દીઓને ધર્મના ધક્કા ખાવા પડે છે. તો દર્દીઓને રૂપિયા 300 લેખે ચૂકવાતા ભથ્થામાં પણ અખાડા કરતા હોવાની ફરિયાદો ઉઠી છે.

ચાણસ્મા ખાતે સરકારી ડાયાલિસિસ સેન્ટરમાં સુવિધાનો અભાવ, દર્દીઓ પરેશાન
Patan News: ચાણસ્મા ખાતે સરકારી મફત  ડાયાલિસિસ સેન્ટરમાં સુવિધાઓના અભાવે દર્દીઓ પરેશાન

By

Published : Aug 2, 2023, 9:07 AM IST

Updated : Aug 2, 2023, 10:00 AM IST

ચાણસ્મા ખાતે સરકારી ડાયાલિસિસ સેન્ટરમાં સુવિધાનો અભાવ, દર્દીઓ પરેશાન

પાટણ: જિલ્લાના ચાણસ્મા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં તારીખ 10/ 6/ 2022 ના રોજથી ડાયાલિસિસ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. આ સેન્ટરમાં અત્યાર સુધીમાં 617 દર્દીઓનું ડાયાલિસિસ કરવામાં આવ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી ડાયાલિસિસના ઉપયોગમાં લેવામાં આવતા પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાને કારણે દર્દીઓને વીલા મોઢે ડાયાલિસિસ કરાવ્યા વગર પરત ફરવું પડે છે.

સામુહિક આરોગ્ય કેન્દ્ર:આ વિસ્તારના દર્દીઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં જઈ નેફ્રોલોજી ડોક્ટર પાસે વિઝીટ કરાવી કેસ પેપરમાં દવા લખાવી લાવે છે. જે દવા આ સેન્ટર પરથી દર્દીઓને આપવામાં આવતી નથી અને દર્દીઓને કહેવામાં આવે છે કે નેફ્રોલોજી ડોક્ટર અહીં આવીને દવા લખી આપે તો જ દવા મળશે. જ્યારે ચાણસ્મા સામુહિક આરોગ્ય કેન્દ્રના આ ડાયાલિસિસ સેન્ટરમાં નેફ્રોલોજી ડોક્ટરની નિમણૂક કરવામાં આવી હોવા છતાં ડોક્ટર હાજર ન રહેતા હોવાથી દર્દીઓ સરકાર દ્વારા અપાતી મફતની આ દવાથી વંચિત રહે છે.

ભથ્થું સમયસર: તેઓને બજારમાં ખાનગી મેડિકલ સ્ટોરો ઉપરથી પૈસા ખર્ચીને દવા લેવા મજબૂર બન્યા છે. ડાયાલિસિસ ના દર્દીઓને એક સપ્તાહમાં ત્રણ વાર ડાયાલિસિસ કરાવવું પડે છે ત્યારે આ સેન્ટરમાં પાણીના અભાવે તાલુકાના કેટલાય દર્દીઓ સમયસર ડાયાલિસિસ કરાવી શકતા નથી. જેની સીધી અસર તેમના આરોગ્ય ઉપર પડે છે. આ ઉપરાંત ડાયાલિસિસ ના દર્દીઓને સરકારી ડાયાલિસ સેન્ટર ઉપરથી ડાયાલિસ બાદ ₹300 ભથ્થું ચૂકવવાની જોગવાઈ છે. પરંતુ ચાણસ્માના આ સેન્ટર ઉપરથી જે તે દર્દીઓને આ ભથ્થું પણ સમયસર મળતું નથી.

સરકારની યોજના: નિરર્થક ચાણસ્માના આ ડાયાલિસિસ સેન્ટર પર ટેકનિકલ સ્ટાફ પૂરતા પ્રમાણમાં છે. તેઓ દર્દીઓનું ડાયાલિસિસ કરવા તત્પર છે. પણ પાણી અને દવાના અભાવે તેવો ડાયાલિસિસ કરી શકતા નથી. જેના કારણે આ સેન્ટર પર સરકારની આ ગરીબ લક્ષી યોજના નીરડ ફક્ત સાબિત થઈ રહી છે. આરોગ્ય અધિકારીએ કર્મચારીઓનો છાવર્યા આ મામલે એ ટીવી ભારતે પાટણ જિલ્લા આરોગ્ય અધિકારીનો ટેલીફોનિક સંપર્ક કરી દર્દીઓની આ સમસ્યા જણાવતા તેઓએ કેમેરા સામે આવવાનું ટાળી ચાણસ્માના ફરજ પરના તબીબ નો લૂલો બચાવ કરી જણાવ્યું હતું કે ડાયાલિસિસ ના પાણીની કોઈ અછત નથી તેમ જ દર્દીઓ કેસ પેપર લીધા વગર આવતા હોવાથી તેઓને દવા આપવામાં આવતી નથી. તેમ કહી પોતાના કર્મચારીઓનો બચાવ કર્યો હતો.

  1. Patan News: પાટણમાં જિલ્લાના મતદાન મથકોના પુનગઠન માટે સમીક્ષા બેઠક યોજાઈ
  2. Patan News : ગુજરાતમાં એસસી એસટી એક્ટની કડક અમલવારી કરવા સ્વયં સૈનિક દળની માગ, રેલી યોજી
Last Updated : Aug 2, 2023, 10:00 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details