ગુજરાત

gujarat

ETV Bharat / state

ધારપુર હોસ્પિટલે ઓક્સિજનની બચત માટે નવી પદ્ધતિ અપનાવી - પાટણના સમાચાર

રાજ્યમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઇને હોસ્પિટલમાં તમામ બેડ ભરાઈ ગયા છે અને ઓક્સિજનની અછત ઊભી થઈ છે. પાટણની ધારપુર હોસ્પિટલમાં ઓક્સિજનની બચત માટેના પગલાં ભરવામાં આવ્યા છે અને દર્દીઓને વિવિધ પ્રકારની કસરત કરાવી તેમજ બ્રેઈન સર્કિટનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેનાથી હાલમાં 1,000 ક્યુબિક એમ ઓક્સિજનની બચત થાય છે.

ધારપુર હોસ્પિટલે ઓક્સિજનની બચત માટે નવી પદ્ધતિ અપનાવી
ધારપુર હોસ્પિટલે ઓક્સિજનની બચત માટે નવી પદ્ધતિ અપનાવી

By

Published : May 3, 2021, 10:12 PM IST

  • ધારપુર હોસ્પિટલમાં ઓક્સિજનની બચત માટે કરકસર શરૂ કરાઈ
  • ફિઝિયોથેરાપી સ્ટાફ દ્વારા દર્દીઓને કરાવવામાં આવે છે વિવિધ કસરત
  • બાયપેપના દર્દીઓ માટે બ્રેઈન સર્કિટનો ઉપયોગ કરાયો
  • બ્રેઈન સર્કિટના ઉપયોગથી 20 ટકાની બચત થાય છે

પાટણઃ જિલ્લામાં કોરોના મહામારી એક કહેર વર્તાવ્યો છે જેના કારણે જિલ્લામાં ઓક્સિજનની તીવ્ર અછત ઉભી થતાં દર્દીઓની હાલત કફોડી બની છે. હોસ્પિટલોમાં ફાળવવામાં આવતા ઓક્સિજનના પૂરવઠામાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. પાટણની ધારપુર હોસ્પિટલમાં પણ 10 ટકા ઓક્સિજન પૂરવઠો ઘટાડવામાં આવ્યો છે.

બાયપેપના દર્દીઓ માટે બ્રેઈન સર્કિટનો ઉપયોગ કરાયો

આ પણ વાંચોઃ હવે ઓક્સિજન સિલિન્ડર શોધવાની ઝંઝટ થશે ખતમ, આ મશીન ઘરે બેઠા આપશે ઓક્સિજન

ધારપુર હોસ્પિટલમાં 250થી વધુ દર્દીઓ સારવારમાં

ધારપુર હોસ્પિટલમાં 250થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેમાં 200 દર્દીઓને ઓક્સિજનથી સારવાર અપાઇ રહી છે. હોસ્પિટલમાં દર્દીઓનો ધસારો વધ્યો છે. તેની સામે ઓક્સિજન પૂરવઠો ઘટ્યો છે. આવા સંજોગોમાં હોસ્પિટલના સત્તાધીશોએ ઓક્સિજનની બચત માટે કરકસરના પગલાં ભર્યા છે. જેમાં હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી સ્ટાફ દ્વારા વોર્ડમાં દિવસ દરમિયાન 3 વખત દર્દીઓને સૂવડાવી તેમજ અન્ય કસરતો કરવાની શરૂઆત કરવામાં આવી છે. સાથે જ જે દર્દીઓને બાયપેપની જરૂરિયાત છે તેવા દર્દીઓને બ્રેઈન સર્કિટથી ઓક્સિજન દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. જેનાથી હાલમાં 1000 ક્યુબિક એમ.એમ ઓક્સિજનની બચત થાય છે.

ધારપુર હોસ્પિટલમાં ઓક્સિજનની બચત માટે કરકસર શરૂ કરાઈ

હાલમાં દરરોજ 7000 ક્યુબિક ઓક્સિજનનો થાય છે વપરાશ

ધારપુર હોસ્પિટલમાં ફિઝિયોથેરાપી સ્ટાફ દ્વારા દર્દીઓને ઊંધા સૂવડાવી,એક પડખે સૂવડાવવી તેમજ પુશલ ડ્રેનેજ સહિતની કસરત કરાવવામાં આવી રહી છે. હોસ્પિટલમાં પહેલાં દરરોજ 8,000 ક્યુબિક એમ. એમ. ઓક્સિજનનો વપરાશ થતો હતો. ઓક્સિજન માટેના બચતના પગલાં ભરાતા હાલમાં દરરોજ 7000 ક્યુબિક એમ. એમ. ઓક્સિજનનો વપરાશ થાય છે એટલે કે 1000 ક્યુબીક એમ.એમ ઓક્સિજનની બચત થઈ રહી છે. બીજી તરફ બ્રેઈન સર્કિટથી પણ 15થી 20 ટકા ઓક્સિજનની બચત થાય છે.

ધારપુર હોસ્પિટલે ઓક્સિજનની બચત માટે નવી પદ્ધતિ અપનાવી

આ પણ વાંચોઃ પાલનપુરમાં બનાસડેરી સંચાલિત કોવિડ હોસ્પિટલમાં ઓક્સિજન મશીન લગાવાયું

ABOUT THE AUTHOR

...view details