ગુજરાત

gujarat

ETV Bharat / state

નગરપાલિકાના તકતીના વિવાદને લઈને પાટણનું રાજકારણ ગરમાયું - plaque controversy in the municipality

પાટણ નગરપાલિકાના નવનિર્મિત બિલ્ડિંગના લોકાર્પણની તકતીનો વિવાદ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ તકતી રવિવાર સુધીમાં દૂર કરવામાં નહીં આવે તો નગરપાલિકા ઉપપ્રમુખે ગાંધી ચિંધ્યા માર્ગે પાલિકા કેમ્પસમાં આંદોલન કરવાની ચીમકી આપી છે. તો નગર પાલિકા પ્રમુખને વ્યસન કરતા હોવાના આક્ષેપો કર્યા છે. ત્યારે નગરપાલિકાના પ્રમુખે આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે અને ઉપપ્રમુખ વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરવાની ચીમકી આપતા પાટણનું રાજકારણ ગરમાયું છે.

નગરપાલિકાના તકતીના વિવાદને લઈને પાટણનું રાજકારણ ગરમાયું
નગરપાલિકાના તકતીના વિવાદને લઈને પાટણનું રાજકારણ ગરમાયું

By

Published : Oct 7, 2020, 6:15 PM IST

પાટણઃ નગરપાલિકા ઉપપ્રમુખ લાલેશ ઠક્કરે જણાવ્યું કે, નવી બિલ્ડીંગનું કામ ગુણવત્તા પ્રમાણે નહીં થતા કોન્ટ્રાક્ટર સામે તપાસની માંગ કરેલી છે. તપાસ હજુ પૂર્ણ થઇ નથી કે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી, ત્યા ચીફ ઓફિસર, ઉપપ્રમુખને વિશ્વાસમાં લીધા વગર નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પાસે લોકાર્પણ કરવાનો નિર્ણય કરી બિલ્ડિંગના ભ્રષ્ટાચાર ઉપર પડદો પાડવાની કોશિશ પ્રમુખ કરી છે.

નગરપાલિકાના તકતીના વિવાદને લઈને પાટણનું રાજકારણ ગરમાયું

નવી બિલ્ડિંગના લોકાર્પણની તકતીમાં પણ પ્રોટોકોલનો ભંગ કરી પ્રમુખ મહેન્દ્ર પટેલે પોતાનું તેમજ તેમના ભાઇનું નામ લખાવી પોતાની આપખુદશાહી ચલાવી છે. તકતી પર સાંસદ સભ્ય, સ્થાનિક ધારાસભ્ય કે ચીફ ઓફિસરનું નામ લખવામાં આવ્યું નથી. જે મામલે પાલિકા પ્રમુખનું ધ્યાન દોરતા પ્રમુખે લોકાર્પણ પૂર્વે કોઈપણ કારણ વગર પોલીસ દ્વારા મારી ધરપકડ કરાવી 24 કલાક સુધી ગોંધી રાખવામાં આવ્યો હતો. પ્રોટોકોલનો ભંગ સમાન લોકાર્પણની આ તકતી રવિવાર સુધીમાં ભૂલ સુધારી ફરી લગાવવામાં નહીં આવે તો સોમવારથી પ્રબુદ્ધ નાગરિકોના સાથ-સહકારથી નગરપાલિકા કેમ્પસમાં જ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, નગરપાલિકાના પ્રમુખ દારૂનું સેવન કરી નગરપાલિકામાં આવે છે.

નગરપાલિકાના તકતીના વિવાદને લઈને પાટણનું રાજકારણ ગરમાયું

પાટણ નગરપાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલે ઉપપ્રમુખે લગાવેલા આક્ષેપોનું ખંડન કરતા જણાવ્યું કે, નગરપાલિકામાં ઉપપ્રમુખનો હોદ્દોએ સુષુપ્ત હોદ્દો છે. પ્રમુખની ગેરહાજરીમાં જ ઉપપ્રમુખ હોદ્દાની રૂએ કામ કરી શકે છે. નગરપાલિકા ઉપપ્રમુખ લાલેશ ઠક્કર નામ અને સત્તાની મહત્વાકાંક્ષામાં પોતાનું માનસિક સંતુલન ગુમાવી બેઠા છે. પહેલા બિલ્ડિંગના ભ્રષ્ટાચાર મામલે અને હવે તકતીમાં નામના બહાને વિવાદો ઊભા કરે છે. તકતીમાં નામ એ સત્તાની રૂએ લખવામાં આવ્યા છે. ઉપપ્રમુખ સત્તાધારી પાર્ટી સાથે જોડાયેલા નથી.

નગરપાલિકાના તકતીના વિવાદને લઈને પાટણનું રાજકારણ ગરમાયું

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ઉપપ્રમુખના પણ વ્યક્તિગત કૌભાંડો મારી પાસે છે અને હું ધારું તો તે ઉજાગર કરી શકું છું પણ હું વ્યક્તિગત આક્ષેપો કરવામાં માનતો નથી. મારી ઉપર ઉપપ્રમુખે જે વ્યક્તિગત આક્ષેપો કર્યા છે, તે મામલે હું તેમની ઉપર બદનક્ષીનો દાવો કરીશ તેવી પ્રમુખે ચીમકી આપી છે.

પાટણ નગરપાલિકાના નવીન બિલ્ડિંના લોકાર્પણની તકતીના વિવાદને લઈને ફરી એકવાર પાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ એકબીજા સામે આક્ષેપો પ્રતિઆક્ષેપો કરતા ફરી એકવાર પાટણનું રાજકારણ ગરમાયું છે.

ABOUT THE AUTHOR

...view details