પાટણ:પાટણના ચકચારી આપઘાત કેસમાં પોલીસે આત્મહત્યા દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધી છે. ઉલ્લેખનીય છે કે પાટણમાં બે બાળકોની માતા એવી પરિણીત મહિલા સાથે instagram થી મિત્રતા કેળવી પ્રેમજાળમાં ફસાવી તેની સાથે શારીરિક સંબંધો બાંધી બિભસ્ત ફોટા પાડી બ્લેક મેલ કરી 67 તોલા સોનું અને સાડા ચાર કિલો ચાંદીના ઘરેણા મેળવ્યા હતા.
બિભસ્ત ફોટા વાયરલ કરવાની આપી ધમકી:પરિણીતાએ તે ઘરેણા પરત માંગતા બિભસ્ત ફોટા વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપતા પ્રેમીના ત્રાસથી કંટાળેલી પરણીતાએ સિદ્ધિ સરોવરમાં ગતરોજ મોતની છલાંગ લગાવી જિંદગી ટૂંકાવી નાખ્યાનો ઘટસ્પોટ થતા ખળભળાટ મચ્યો છે. પરણીતાના પતિએ મૃતક ના પ્રેમી સામે આત્મહત્યાની દુષ્પ્રેરણાથી ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
શું છે સમગ્ર મામલો?: પરણીતાના પતિ ઘી વાળા જીગ્નેશકુમાર દિનેશ કુમારે મહિલાના પ્રેમી ઠક્કર મહેશભાઈ રમેશભાઈ હાલ રહે પાટણ રળિયાત નગર મૂળ રહે સોઢવ તાલુકો હારીજ વાળા સામે પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી ઘટસ્ફોટ કર્યો છે કે પત્ની દિક્ષિતા સાથે ઠક્કર મહેશે instagram થી મિત્રતા કેળવી હતી અને અવારનવાર વાતચીત કરતો હતો. દરમ્યાન પરણીતા જીમમાં રોજ કસરત કરવા જતા ત્યાં રૂબરૂ મળી વિશ્વાસ કેળવ્યો હતો અને જણાવેલ કે પોતાનો અમદાવાદમાં બિઝનેસ ચાલે છે જેમાં ઘણા પૈસા રોકાયેલા છે માટે એક મહિનાના વાયદે પાંચ લાખ રૂપિયાની જરૂર છે આથી પરણી જાય તેને આશરે 67 તોલા સોનું અને સાડાચાર કિલો ચાંદીના ઘરેણા આપ્યા હતા સમય જતા તે પરત માંગતા અવારનવાર વાયદા કરી ગેસ્ટ હાઉસમાં બોલાવી શરીર સંબંધ બાંધી વિભસ્ત ફોટા પાડ્યા હતા. જે વાયરલ કરી બદનામ કરવાનો ભય બતાવી માનસિક ત્રાસ આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
પોલીસ તપાસ તેજ:આ ગુનાની તપાસ કરનાર પાટણ એ ડિવિઝન પી.આઈ આર એમ પરમાર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે મૃતક મહિલાના પતિની ફરિયાદને આધારે પોલીસે મહેશ ઠક્કર વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે આઇપીસી કલમ 306 420 506 (2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ફરાર પ્રેમી મહેશ ઠક્કરને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.