- શહેરમાં ધોધમાર વરસાદી ઝાપટું પડ્યું
- વરસાદને પગલે માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ
- નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
પાટણ : શહેર સહિત પંથકમાં છેલ્લા ચાર દિવસથી દિવસભર અસહ્ય ઉકળાટ પછી સાંજે કે મોડી રાત્રે વરસાદી ઝાપટુ પડવાનો સિલસિલો ચાલુ થયો છે. ગુરૂવારે સાંજે પણ એકા-એક વાતાવરણ પલટાયું હતું. આકાશમાં સાંજના સમયે ઘટાટોપ કાળા ડિબાંગ વાદળો ધસી આવ્યા હતા. વીજળીના તેજ લિસોટા તેમજ કડાકા સાથે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી.
શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરતા થઇ ગયા
અડધો કલાક ધોધમાર વરસાદ વરસતા શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ફરતા થઇ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. સાંજના સમયે પડેલા વરસાદથી દિવસભર અસહ્ય ઉકળાટથી પરસેવે રેબઝેબ બનેલા શહેરીજનોએ થોડીવાર માટે ઠંડક અનુભવી હતી.
આ પણ વાંચો : બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી
લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો