ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ વાસીઓએ લગાવી એકતાની દોડ - patan letest news

પાટણઃ સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગ રૂપે શહેરના બગવાડા ચોકથી રેલવે સ્ટેશન સુધી રન ફોર યુનિટી એકતા દોડ યોજાઈ હતી. આ દોડમાં અધિકારીઓ,કર્મચારીઓ, વિધાર્થીઓ અને નગરજનો ઉત્સાહ ભેર જોડાયા હતાં.

પાટણ વાસીઓએ લગાવી એકતાની દોડ

By

Published : Oct 31, 2019, 4:48 PM IST

અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભાઈ પટેલની જન્મ જયંતિએ એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપન દ્રષ્ટા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલ રન ફોર યુનિટી કાર્યક્રમ નિમિત્તે સરદારની પ્રતિમાને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતાં. આ સાથે જ યુવાનો સાથે વાર્તાલાપ પણ કર્યો હતો, ત્યારબાદ રમત ગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનાર રમતવીર બહેનોને પ્રધાન દિલીપ ઠાકોરના હસ્તે મેડલ એનાયત કરવામાં આવ્યા હતાં.

પાટણ વાસીઓએ લગાવી એકતાની દોડ

આ પ્રસંગે સૌ કોઈ એ એકતાના શપથ ગ્રહણ કર્યા હતાં, ત્યારબાદ પ્રધાન દિલીપ ઠાકોરે એકતા દોડને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી. આ દોડ બગવાડા ચોકથી પ્રસ્થાન થઈ રેલવે સ્ટેશન થઈ પરત બગવાડા ચોક ખાતે પહોંચી હતી. દોડમાં ભાગ લેનાર તમામ અધિકારી, કર્મચારીઓ, રાજકીય આગેવાનો, કાર્યકરો અને વિધાર્થીઓએ એક દીવાલ પર સહી કરી પોતાના હાથના નિશાન આપ્યા હતાં.

ABOUT THE AUTHOR

...view details