પાટણઃ રાજ્ય સરકાર અને યુજીસીની ગાઈડલાઈન મુજબ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા સ્નાતક કક્ષામાં સેમેસ્ટર 6 અને અનુસ્નાતક કક્ષામાં પ્રથમ અને બીજા વર્ષમાં સેમેસ્ટર-2 અને સેમેસ્ટર 4 ની પરીક્ષા લેવાશે. જેમાં યુજી સેમેસ્ટર 6 ની પરીક્ષા 25 જૂનથી અને યુજીમા સેમેસ્ટર 2 અને 4ની પરીક્ષા 14 જુલાઈથી શરૂ થશે. સમગ્ર પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ યુનિવર્સિટી દ્વારા વેબસાઇટ પર જાહેર કરાશે. વિવિધ આયોજનો સાથે સુરક્ષાને ધ્યાનમાં લઇ પરીક્ષા ત્રણ સેશનમાં લેવા, એક બેન્ચ ઉપર એક છાત્ર ત્રણ ફૂટની દૂરીએ બેસાડવા, રોજ વર્ગખંડ સેનેટાઇઝ કરવા, કેમ્પસમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય, ફરજિયાત માસ્ક સહિતની વિવિધ સૂચનાઓ કોલેજોને અપાઈ છે.
પાટણ યુનિવર્સિટીએ પરિક્ષાનુ માળખુ કર્યુ જાહેર - પાટણ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા પરીક્ષાની રૂપરેખા અને સમયપત્રક જાહેર કરાયું છે. જેમાં યુજી અભ્યાસક્રમમાં સેમેસ્ટર 6ની પરીક્ષા 25 જૂનથી અને પીજી અભ્યાસક્રમમા સેમેસ્ટર 2 અને 4ની પરીક્ષા 14 જુલાઈથી લેવામાં આવશે. સંક્રમણના ભયને લઈ પરીક્ષામાં એક કલાકનો ઘટાડો કરવામાં આવ્યો છે.
પાટણ યુનિવર્સીટીએ પરિક્ષાનુ માળખુ જાહેર કર્યુ
સ્નાતક કક્ષાની સેમેસ્ટર 2 અને 4ની લેખિત પરીક્ષા લેવાશે નહીં. આ વિધાર્થીઓને મેરીટ બેઝ પ્રોગ્રેશન મુજબ આંતરિક ગુણના 10 અને અગાઉના સેમિસ્ટરના પરિણામના 50% ધ્યાને લઇ માર્કની ગણતરી કરી રિઝલ્ટ આપવામાં આવશે. તમામ ફેકલ્ટીની ત્રણ કલાકની પરીક્ષા હતી, જે બે કલાકની રહેશે કુલ ચાર પ્રશ્નોમાંથી હવે ફક્ત ત્રણ પ્રશ્નો જ વિધાર્થીઓએ લખવાના રહેશે.