ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણ તાલુકા પંચાયતની ચૂંટણીના પરિણામ થયા જાહેર - પાટણ તાલુકા પંચાયત ચૂંટણી પરીણામ જાહેર

પાટણઃ જિલ્લામાં તાલુકામાં ખાલી પડેલી જગ્યા માટે પેટા ચૂંટણી યોજાઈ હતી. જેના પરિણામ જાહેર થયા છે. જેમાં એક બેઠક પર ભાજપ અને એક બેઠક પર કોંગ્રેસનો વિજય થયો હતો.

પાટણ
પાટણ

By

Published : Dec 31, 2019, 10:36 PM IST

પાટણ જિલ્લામાં ચાણસ્મા તાલુકાની ધીણોજ 2 બેઠક અને સિદ્ધપુર તાલુકાની કાકોશી પર ખાલી પડેલી જગ્યા માટે પેટાચૂંટણી યોજાઈ હતી. જેમાં ધીણોજ બેઠક પર 2588 પુરુષ અને 2440 સ્ત્રી મતદારો નોંધાયા હતા. જેમાં કુલ 5028 મતદારોમાંથી 2096 મતદારોએ મતદાન કર્યુ હતુ. જ્યારે સિદ્ધપુરની કાકોશિ બેઠક પર 2915 પુરુષ અને 2900 સ્ત્રી મતદારો નોંધાયા હતા. જેમાંથી કુલ 5815 મતદારો પૈકી 1540 મતદારોએ મતદાન કર્યુ હતુ.

પાટણ તાલુકા પંચાયતની ચૂંટણીના પરીણામ થયા જાહેર

ચૂંટણી બાદ આજે તાલુકા સેવાસદન ખાતે 5 રાઉન્ડમાં મતગણતરી થઈ હતી. જેમાં તબક્કાવાર રાઉન્ડ પૂર્ણ થતાં ધીણોજ બેઠક પર ભાજપના ઉમેદવારને 1605 મત અને કૉંગ્રેસ ઉમેદવારને 451 મત મળ્યા હતાં. આમ, ભાજપના ઉમેદવાર દીપિકાબેન પટેલનો 1154 મતે વિજય થયો હતો.

ABOUT THE AUTHOR

...view details