ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan Suicide Case: પાટણ SP કચેરીમાં ઝેરી દવા પીનારા પિતા-પુત્રનું પણ મોત, અત્યાર સુધીમાં 3 મોત - પાટણ આપઘાત કેસ

પાટણ પોલીસ અધિક્ષકની કચેરી (patan superintendent of police office)માં 4 બાળકો સાથે ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયત્ન (suicide attempt by taking poison in patan) કરનારા હારીજ તાલુકાના ખાખલ (khakhal village harij) ગામના ઇસમનું અને તેમના પુત્રનું મોત થયું છે. પિતાની સારવાર અમદાવાદ એપોલો હૉસ્પિટલ (ahmedabad apollo hospital)માં ચાલી રહી હતી, જ્યારે દીકરાની સારવાર અમદાવાદ સિવિલ હૉસ્પિટલ (ahmedabad civil hospital)માં ચાલી રહી હતી. પત્ની પરપુરુષ સાથે ભાગી ગઈ હોવાથી તેમણે ફરિયાદ કરી હતી, પરંતુ પત્ની ફરિયાદના એક વર્ષ પછી પણ પરત ન આવતા તેમણે પોતાના 4 બાળકો સહિત આત્મહત્યાનું પગલું ભર્યું હતું. આ ઘટના (patan suicide case)માં અત્યાર સુધી 3 લોકોના મોત થયા છે.

Patan Suicide Case: પાટણ SP કચેરીમાં ઝેરી દવા પીનારા પિતા-પુત્રનું પણ મોત, અત્યાર સુધીમાં 3 મોત
Patan Suicide Case: પાટણ SP કચેરીમાં ઝેરી દવા પીનારા પિતા-પુત્રનું પણ મોત, અત્યાર સુધીમાં 3 મોત

By

Published : Dec 4, 2021, 3:20 PM IST

  • 5 દિવસ અગાઉ એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી હતી
  • ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ધારપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા
  • ધારપુર સિવિલમાંથી તમામને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં રિફર કરાયા હતા

પાટણ: પોલીસ અધિક્ષકની કચેરી (patan superintendent of police office)માં 6 દિવસ અગાઉ ખાખલ ગામના એક જ પરિવારના 5 સભ્યોએ ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ (suicide attempt by taking poison)કર્યો હતો, જે અનુસંધાને તેઓને તાત્કાલીક સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ (dharpur civil hospital)માં ખસેડાયા હતા. ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ (ahmedabad civil hospital)માં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આજે પિતા-પુત્રનું મોત થતાં પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે. આપઘાતની આ ઘટનામાં અત્યાર સુધીમાં 3 વ્યક્તિઓના મોત થયા છે.

પત્નીને કચ્છનો શખ્સ ભગાડી ગયો હતો, ફરિયાદ છતાં કોઈ ભાળ મળી નહીં

હારીજ તાલુકાના ખાખલ ગામના રહેવાસી રેવાભાઈ છનાભાઈ પરમારના પત્ની આશાબહેન અને તેમની 7 વર્ષની પુત્રીને એક વર્ષ અગાઉ કચ્છનો કમલેશગીરી ગોસ્વામી નામનો શખ્સ ભગાડી ગયો હતો. પોલીસ ફરિયાદ કરી હોવા છતાં હજી સુધી તેમની પત્નીનો કોઈ પત્તો ન લાગતા ગત સોમવારે બપોરના અરસામાં તેમણે પોતાની 3 પુત્રી અને એક પુત્ર સાથે પાટણ SP કચેરી સંકુલમાં આવેલા મહિલા પોલીસ સ્ટેશનની બાજુમા ઝેરી દવા પીને આપઘાતનો (patan suicide case) પ્રયાસ કર્યો હતો.

એપોલો હોસ્પિટલમાં પિતા-પુત્રની ચાલી રહી હતી સારવાર

ત્યારબાદ તેમને ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની ગંભીર હાલતમાં ICUમાં સારવાર ચાલી રહી હતી. બુધવારે વધુ સારવાર માટે પિતા સહિત 4 બાળકોને અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા, જેમાં 2 અમદાવાદ એપોલો હોસ્પિટલ (ahmedabad apollo hospital)માં અને 3 લોકોને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદ સિવિલમાં સારવાર દરમ્યાન 12 વર્ષની દીકરી ભાનુબેન પરમારનું ગુરુવારે મોત નીપજયું હતું. ત્યારે આજે એપોલો હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પિતા રેવાભાઇ પરમાર અને અમદાવાદ સિવિલમાં સારવાર લઈ રહેલાા પુત્ર પૂનમનું પણ મોત નીપજ્યું હતું.

મોતને પગલે પરિવારજનોમાં શોક છવાયો

આપઘાતનો પ્રયાસ કરનાર પરિવારના 5 સભ્યો પૈકી 3 વ્યક્તિઓના અત્યાર સુધીમાં મોત થયા છે. જેને પગલે પરિવાર સહિત ગ્રામજનોમાં ગમગીની છવાઈ છે તો હજુ પણ 2 દીકરીઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી છે અને તેઓ હાલમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

આ પણ વાંચો: Patan Awareness Campaign:માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા પાટણમાં જનજાગૃતિ અભિયાન

આ પણ વાંચો: Gram Panchayat elections:પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 52 ફોર્મ ભરાયા

ABOUT THE AUTHOR

...view details