ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણના વિદ્યાર્થીઓને લાઈસન્સ થયું સરળ, વેકેશન દરમિયાન આપી શકશે ટેસ્ટ - વિદ્યાર્થીઓ લાઈસન્સ માટે કેવી રીતે આવેદન કરી શકે

ન્યૂઝ ડેસ્ક: પાટણ જિલ્લાની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી(RTO) દ્વારા શાળા-કોલેજોના દિવાળી વેકેશનના સમયગાળા દરમ્યાન લર્નિંગ લાયસન્સ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે અંતર્ગત વિદ્યાર્થીઓ રજાના દિવસોમાં ઓનલાઈન અરજી કર્યા બાદ ટેસ્ટ આપી લર્નિંગ લાયસન્સ મેળવી શકશે.

પાટણ RTO

By

Published : Oct 24, 2019, 7:53 AM IST

શાળા-કોલેજમાં દિવાળી વેકેશન શરૂ થતાંની સાથે જ વિદ્યાર્થીઓ અભ્યાસ સિવાયની અન્ય પ્રવૃત્તિ તરફ વળતા હોય છે, ત્યારે વિદ્યાર્થીઓ ટ્રાફિકના નિયમનું પાલન કરે અને રજાનો સદ્ઉપયોગ કરી સરળતાથી લર્નિંગ લાયસન્સ મેળવી શકે તે માટે પાટણની સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી(RTO) દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

લર્નિંગ લાયસન્સ મેળવવા માટે પાટણ જિલ્લાની શાળા-કોલેજના વિદ્યાર્થીઓએ આગામી 16 નવેમ્બર સુધીમાં www.parivahan.gov.in વેબસાઈટ પર ઑનલાઈન અરજી કરી અને ઑનલાઈન ફી ભરવી પડશે. સબંધિત કોલેજનું આઈકાર્ડ તથા ઑનલાઈન અરજી માટે જરૂરી દસ્તાવેજો કચેરીના ચાલુ દિવસો દરમિયાન બપોરના 4 વાગ્યાથી 5 વાગ્યા સુધીના સમયગાળામાં જમા કરાવવાથી લર્નિંગ લાયસન્સ ટેસ્ટ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

ઉપરાંત જિલ્લાની શાળા કે કોલેજ દ્વારા પોતાના વિદ્યાર્થીઓને એક સાથે લર્નિંગ લાયસન્સ મળી રહે તે માટે RTO કચેરી ખાતે અરજી કરવાથી વિશેષ કેમ્પનું પણ આયોજન કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details