ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં ફી મામલે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો, કલેક્ટર કચેરીમાં રામધૂન બોલાવી

પાટણમાં ખાનગી શાળાના સંચાલકો દ્વારા વાલીઓ પાસે ફીની ઉઘરાણી કરનામાં આવી હતી અને ફી ભરવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓનું ઓનલાઈન ભણતર બંધ કરવામાં આવશે. તેવી ધમકીઓ આપતા આજે ગુરુવારે વિદ્યાર્થી યુવા સંગઠન, પાસ સમિતિ અને યુનિવર્સિટી બચાવો સંઘર્ષ સમિતિએ કલેક્ટર કચેરી ખાતે ભારે હોબાળો મચાવી શાળાના સંચાલકો સામે વિરોધ દર્શાવી અધિક નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી ખાનગી શાળાના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

etv bharat
etv bharat

By

Published : Jul 2, 2020, 5:27 PM IST

પાટણ : શહેર સહિત જિલ્લામાં ખાનગી શાળાના સંચાલકો દ્વારા વાલીઓ પાસે કડક રીતે ફીની માગણી કરવામાં આવી રહી છે. તે મામલે વિદ્યાર્થી યુવા સંગઠન દ્વારા જિલ્લા વહીવટીતંત્ર ત્રણ વખત રજૂઆત કરવામાં આવી હતી. તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા આવી ખાનગી શાળાઓના સંચાલકો સામે યોગ્ય કાર્યવાહી ન કરતા આજે પાટીદાર અનામત આંદોલન સમિતિ, વિદ્યાર્થી યુવા સંગઠન, યુનિવર્સિટી બચાવ સંઘર્ષ સમિતિ તેમજ વાલીઓએ કલેક્ટર કચેરી ખાતે આવી ભારે હોબાળો મચાવ્યો હતો. ખાનગી શાળાના સંચાલકો સામે સૂત્રો કરી દેખાવો કર્યા હતા.

નાયબ કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, પાટણની લોર્ડ ક્રિષ્ના સ્કૂલના સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને ફી ભરવા માટેના મેસેજ મોકલવામાં આવે છે અને જો ફી નહીં ભરો તો ઓનલાઈન શિક્ષણ આપવાનું બંધ કરવામાં આવશે તેવી ધમકીઓ આપવામાં આવે છે. આવા સંચાલકો સામે વહીવટી તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી. લોર્ડ ક્રિષ્ના સહિતની શાળાઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં નહીં આવે તો કલેક્ટર કચેરી ને તાળા બાંધી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

પાટણમાં ફી મામલે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો

  • ખાનગી શાળાના સંચાલકો દ્વારા વાલીઓ પાસે ફીની માગણી કરવામાં આવી રહી છે
  • વિદ્યાર્થીઓ અને વાલીઓએ નાયબ કલેકટરની ચેમ્બરમાં રામ ધૂન બોલાવી
  • સંચાલકો સામે વહીવટી તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી
    પાટણમાં ફી મામલે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો

પાટણ વિદ્યાર્થીઓ અને વાલીઓની રજૂઆતો સાંભળી ને નિવાસી કલેક્ટર એન ડી પરમારે જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે સરકારે શાળાઓ માટે જે સૂચનાઓ આપી છે. તે પ્રમાણે શાળાઓ કામગીરી કરવા માટે બંધાયેલી છે. આ બાબતે જિલ્લા શિક્ષણાધિકારીને ધ્યાને મૂકી તાત્કાલીક અસરથી પગલા ભરવામાં આવશે તેવી હૈયાધારણા આપી હતી.

ખાનગી શાળાના સંચાલકો દ્વારા ફીની ઉઘરાણી કરવા બાબતે વાલીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ મહિનાથી કોરોના મહામારીને કારણે તમામ પ્રકારના ધંધા-રોજગાર બંધ હોવાથી દરેકની આર્થિક પરિસ્થિતિ નબળી છે. જ્યારે સરકારે પણ કોઈ શાળા વિદ્યાર્થી પાસે ફીની કડક ઉઘરાણી કરી શકશે નહીં. તેવો પરિપત્ર જાહેર કર્યો હોવા છતાં ખાનગી શાળાઓ પોતાના મનસ્વી રીતે ફીની માગણી કરી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details