ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan ST Bus Station : પાટણના હંગામી બસ સ્ટેશનમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ઠેરની ઠેર - Patan MLA Dr Kirit Patel

વરસાદી સીઝનમાં ઠેરઠેર પાણી ભરાવા (Water Logging in Patan) અને કીચડ થવાની સમસ્યાઓમાં વધારો જોવા મળે છે. જોકે પાટણમાં હંગામી ધોરણે બનાવાયેલા બસ સ્ટેન્ડની (Patan ST Bus Station) હાલત જૂઓ તો નરકાગાર જેવી બની છે. જોવાનું એ છે કે વર્ષોવર્ષ આ સ્થિતિ ઊભી થાય છે અને તેનો ઉકેલ લાવવામાં આવતો નથી.

Patan ST Bus Station : પાટણના હંગામી બસ સ્ટેશનમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ઠેરની ઠેર
Patan ST Bus Station : પાટણના હંગામી બસ સ્ટેશનમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ઠેરની ઠેર

By

Published : Jul 16, 2022, 9:17 PM IST

પાટણઃ પાટણ શહેરના સિદ્ધપુર હાઇવે રોડ ઉપર બનાવવામાં આવેલ હંગામી બસ સ્ટેન્ડમાં (Patan ST Bus Station) ચોમાસાનું વરસાદી પાણી ભરાતા (Water Logging in Patan) આ બસ સ્ટેન્ડ હાલ નરકાગાર બન્યું છે. બસ સ્ટેન્ડમાં ઠેર ઠેર કાદવ કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે. જેને કારણે પ્રવાસીઓ અને અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. છેલ્લા ચાર વર્ષથી સર્જાતી આ સમસ્યા ઉકેલવા માટે એસટી નિગમના (Patan ST Depot) ઉચ્ચ અધિકારીઓને અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ કામગીરી નહીં કરાતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વર્ષોવર્ષ આ સ્થિતિ ઊભી થાય છે અને તેનો ઉકેલ લાવવામાં આવતો નથી

દર ચોમાસામાં પાણી ભરાઈ રહે છે -પાટણ ખાતે છેલ્લા ચાર વર્ષથી નવા બસ પોર્ટની (Iconic Bus Spot in Patan) કામગીરી મંથર ગતિએ ચાલી રહી છે. ત્યારે પ્રવાસીઓની સુવિધા માટે સિદ્ધપુર હાઈવે રોડ ઉપર હંગામી બસ સ્ટેન્ડ (Patan ST Bus Station)બનાવવામાં આવ્યું છે. પાટણમાં છેલ્લા એક સપ્તાહમાં પડેલા સામાન્ય વરસાદમાં આ હંગામી બસ સ્ટેન્ડની હાલત બદતર બની છે. ખાડામાં પુરાણ કરી બનાવાયેલ બસ સ્ટેશનની જમીન સમતલ કે વરસાદી પાણીના નિકાલનું કોઈ જ આયોજન નહીં કરવામાં આવતા દર ચોમાસામાં પાણી (Water Logging in Patan) ભરાઈ રહે છે. જે સ્થિતિનું ફરી નિર્માણ(Problem of rain water logging in Patans bus station) થયું છે.

આ પણ વાંચોઃ સિદ્ધપુરના વિકાસ માટે સક્રિય પ્રતિનિધિ સરકારમાં હોવો જરૂરી: ડો. જયનારાયણ વ્યાસ

ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ -હાલ બસ સ્ટેન્ડમાં (Patan ST Bus Station) ઠેર ઠેર વરસાદી દૂષિત પાણીના ખાબોચિયા (Water Logging in Patan) ભરાયેલા છે જેમાં કાદવ કીચડના થર જામતાં મુસાફરો અને અપડાઉન કરતા વિદ્યાર્થીઓને ફરજિયાત આ કાદવ કીચડમાંથી પસાર થઈ મુસાફરી કરવી પડે છે. તો ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધતા પ્રવાસીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. નરકાગારમાં ફેલાયેલા બસ સ્ટેન્ડમાં વૃદ્ધ પ્રવાસીઓની હાલત કફોડી બની છે.

આ પણ વાંચોઃ બે વર્ષમાં બસ સ્ટેશનની કામગીરી પૂર્ણ કરવાની વાત માત્ર સરકારની ગુલબાંગ બની

ધારાસભ્યની રજૂઆત પણ એળે ગઇ- ગત વર્ષે ચોમાસા દરમિયાન પાણી (Water Logging in Patan) ભરાવાની આ સમસ્યા (Patan ST Bus Station) મામલે પાટણના ધારાસભ્ય ડો. કિરીટ પટેલે (Patan MLA Dr Kirit Patel) એસટી નિગમના ઉચ્ચ અધિકારીઓ (Patan ST Depot) અને પાટણ જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી. જેને પગલે એસટી તંત્ર દ્વારા પાણી ઉલેચવા પંપ મૂકવામાં આવ્યા હતાં.

અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ જ કામગીરી થતી નથી

પરંતુ ત્યારબાદ કોઈ નક્કર કામગીરી નહીં કરાતા આ વર્ષે પણ (Problem of rain water logging in Patans bus station) ચોમાસાના ચાર મહિના પ્રવાસીઓને હેરાન થવાનો વારો આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details