પાટણ: જિલ્લાના સાંતલપુર વારાહી નેશનલ હાઈવે પર કમલ હોટલ પાસેથી પાટણ એસ.ઓ.જી પોલીસે ગત મોડીરાત્રે (Santalpur Varahi National Highway ) બે ઇસમોને એક બ્લેક કલરની કારમાંથી 20 લાખના 200ગ્રામ એમડી ડ્રગ્સ ના જથ્થા સાથે ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
એટીએસની બાતમીથી બે ડ્રગ્સ તસ્કરોની ધરપકડ
ગાંધીના ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી એમડી ડ્રગ્સ પકડવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે ત્યારે ગુરુવારે રાત્રે પાટણ જિલ્લાના સાંતલપુર વારાહી નેશનલ હાઈવે ઉપરથી કાળા કલરની કાર નં. GJ-12-DA-6662માં બે વ્યક્તિ રાજસ્થાન (પાટણમાં એમડી ડ્રગ્સ જપ્ત) તરફથી સામખિયાળી તરફ ડ્રગ્સની ડિલીવરી કરવા જઈ રહ્યા હોવાની બાતમી એટીએસને મળી હતી. જેથી એટીએસ દ્વારા આ બાબતે પાટણ એસ.ઓ.જીને જાણ (Patan ATS) કરાતાં પાટણ એસ.ઓ.જીએ સાંતલપુર-વારાહી નેશનલ હાઈવે પર નાકાબંધી વાહનોની ચેકિંગ હાથ ધરી (Patan MD Drugs ) હતી દરમિયાન બાટલી વાળી ગાડી આવી પહોંચતા પોલીસે (Patan MD Drugs) તેને ઉભી રખાવી તપાસ કરતા તેમાંથી રૂ. 20 લાખનો 200 ગ્રામ જેટલો એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવતાં પોલીસે ગાડીમાં સવાર બે ઈસમો સાથે ડ્રગ્સનો જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.