પાટણઃ રાધનપુર હાઇવે માર્ગ પરથી લાખો રૂપિયાનો ગાંજો લઈને જતા ઈસમને પાટણ SOG પોલીસે ઝડપી નશાનો કારોબાર કરતી ગેંગને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
પાટણ SOG પોલીસે 19 કિલો ગાંજા સાથે એકની ધરપકડ કરી - પાટણ સમાચાર
રાધનપુર હાઇવે માર્ગ પરથી લાખો રૂપિયાનો ગાંજો લઈને જતા ઈસમને પાટણ SOG પોલીસે ઝડપી નશાનો કારોબાર કરતી ગેંગને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

પાટણ SOG પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, રાધનપુર મહેસાણા હાઈવે પર ચામુંડા માતાના મંદિર નજીકથી એક ઈસમ બાઈક ઉપર મોટા પ્રમાણમાં ગાંજો લઈને નીકળનાર છે. ત્યારે પોલીસે હકીકત આધારેની જગ્યાએ નાકાબંધી કરી હતી. ગાંજાની હેરાફેરી કરતા શખ્સને દબોચી લીધો હતો. તેની પાસેના થેલાઓ ચેક કરતા થેલામાંથી કુલ 10 બોક્સ મળી આવ્યા હતા. જે બોક્સ ખોલી તપાસ કરતા 19 કિલો જથ્થો, કિંમત રૂપિયા 1,98,000નો મળી આવતા પોલીસે ગાંજો તથા 2 મોબાઇલ 1 બાઇક મળી કુલ રૂ 2,28,780નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ગાંજાની હેરાફેરી કરનાર જોશી લાલજીભાઈએ હારીજ તાલુકાના સરવાલ ગામેથી ગાંજાનો જથ્થો કચ્છના સામખીયારી ગામે લઈ જતો હોવાની કબૂલાત કરી હતી. ત્યારે પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.