પાટણઃ SOGની ટીમે હારિજ ખાતે આવેલા જલીયાણ ગોડાઉનમાંથી બિનઅધિકૃત યુરિયા (Government fertilizer scam) ખાતરના જથ્થાને પકડી પાડ્યો (Patan SOG exposed illegal trafficking of urea fertilizer) છે. આરોપીઓ ઔદ્યોગિક મીઠું લખેલી થેલીઓમાં સબસિડાઈઝ્ડ યુરિયા ખાતરને લાવી રહ્યા હતા. ત્યારે પોલીસે આ કૌભાંડનો પર્દાફાશ કરી 24,85,285 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે 1,799 યુરિયા ખાતરના કટ્ટા ઝડપાયા હતા. પોલીસે ઝલિયાણ ગોડાઉનમાંથી આ બિનઅધિકૃત યુરિયા ખાતરનો જથ્થો પકડી પાડ્યો હતો. આરોપીઓ આ ખાતર ખેડૂતોને આપવાને બદલે બારોબાર વેપારીઓને આપતા હતા.
SOGને મળી હતી બાતમી - પાટણ SOGની ટીમ (Patan SOG exposed illegal trafficking of urea fertilizer) પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી (Government fertilizer scam) મળી હતી કે, હારિજના ઝલિયાણા 2 ગોડાઉનમાં ગેરકાયદેસર રીતે યુરિયા ખાતરનો વેપાર થઈ રહ્યો છે. પોલીસે ગોડાઉન નંબર 10 અને 11માં દરોડા (Patan SOG Team Raid) પાડ્યા હતા. સરકારમાન્ય કંપની દ્વારા સબસિડાઈઝ્ડ યુરિયા ખાતર બનાવવામાં આવે છે. ત્યારબાદ સરકાર જેતે એગ્રિકલ્ચર ડિલર્સને (Government fertilizer scam) આપે છે અને તે યુરિયા ખાતરનો જથ્થો એગ્રિકલ્ચર ડિલર્સ ખેડૂતોને આધાર ઓથેન્ટિકેશનથી મશીન દ્વારા પહોંચાડવામાં આવતો હોય છે. જોકે, ખેડૂતોને આ ખાતર પહોંચવાને બદલે ગેરકાયદેસર અનઅધિકૃત રીતે ડીસાથી હારિજ સુધી આ ખાતર લઈ જવાતું હતું.