પાટણ:ગુજરાત સરકાર દ્વારા પોલીસ કર્મચારીઓ માટે જે પ્રોત્સાહન પેકેજ ફાળવવામાં આવ્યું છે.(patan subjail protest ) તે પ્રકારે પેકેજ જેલ કેડરના પોલીસ કર્મચારીઓને આપવામાં આવે તેવી માગ પાટણ(patan) સબજેલના પોલીસ કેડેરના કર્મચારીઓ દ્વારા જિલ્લા પ્રશાસનને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.
પાટણ સબ જેલના કર્મચારીઓએ પોલીસ પેકેજમાં સમાવેશ કરવા માંગ કરી - પાટણ
રાજ્ય સરકાર દ્વારા પોલીસ કર્મચારીઓ માટે જે પ્રોત્સાહન પેકેજ ફાળવવામાં આવ્યું છે,(patan sub jail employees demanded) તેનો લાભ જેલ કેડરના પોલીસ કર્મચારીઓને પણ આપવામાં આવે તેવી માંગ સાથે પાટણ સબ જેલના પોલીસ કેડરના કર્મચારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.(patan subjail protest )
500 કરોડનું પ્રોત્સાહન પેકેજ:જેલ કર્મચારીઓએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના જેલ ખાતા ના કર્મચારીઓને પોલીસ ખાતાના કર્મચારીઓ ના સ્કેલ મુજબ જ પગાર કરવામાં આવતો હતો પરંતુ 1986 થી ચોથા પગાર પંચ બાદ પોલીસ કર્મચારીઓ તરફથી સરકારમાં કરાયેલી રજૂઆત બાદ પોલીસ ખાતાના કોન્સ્ટેબલ,ઇન્સ્પેક્ટરના પગાર ધોરણમાં ગૃહ વિભાગમાં ઠરાવ કરી આ કર્મચારીઓને દિલ્હી પોલીસના પગાર ધોરણ મુજબ સુધારો કરી આપવામાં આવ્યો છે પરંતુ જેલ ખાતાના સંવર્ગના પોલીસ કર્મચારીઓના પગારમાં તે મુજબનો કોઈ જ સુધારો કરવામાં આવ્યો નથી તથા તાજેતરમાં સરકાર દ્વારા પોલીસ કર્મચારીઓ માટે રૂપિયા 500 કરોડનું પ્રોત્સાહન પેકેજ ફાળવવામાં આવ્યું છે. તો આ પેકેજમાં જેલ કેડરના પોલીસ કર્મચારીઓનો પણ સમાવેશ કરવામાં આવે તેવી માંગ સાથે આવેદન પત્ર આપ્યું હતું.
આંદોલનોમાં હવે જેલ કર્મચારીઓ:રાજ્યમાં વિવિધ કર્મચારી મંડળો દ્વારા ચલાવવામાં આવતા આંદોલનોમાં હવે જેલ કર્મચારીઓ પણ જોડાયા છે, આમ દિવસે દિવસે સરકારી કર્મચારીઓમાં સરકાર પ્રત્યે નારાજગી વધી રહી છે.