પાટણ: શહેર સહિત જિલ્લામાં લોકડાઉનના સમય કરતાં અનલોક-1 દરમિયાન જે રીતે કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે, તે ચિંતાજનક છે. આ બાબતને ગંભીરતાથી લઈને જૂના ગંજ બજારના વેપારીઓએ બેઠક યોજી હતી.
જૂના ગંજ બજારની દુકાનો બપોર બાદ બંધ સ્વંયભૂ બંધ રહેશે પાટણ કોરોના અપડેટ
- સક્રિય કેસ- 48
- કોરોના પરિક્ષણ- 4584
- સ્વસ્થ થયેલા દર્દી- 113
- ક્વોરેન્ટાઈન હેઠળ લોકો- 382
- કુલ મૃત્યુ- 14
જૂના ગંજ બજારના વેપારીઓએ બેઠક યોજી
આ બેઠકમાં બપોરે 2:00 કલાક બાદ જૂના ગંજ બજારની દુકાનો બંધ રાખવાનો સ્વૈચ્છિક નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ગોળ, ખાંડ, ઘીના વેપારીઓએ ધંધા બંધ રાખવાની સહમતી આપી હતી. ત્યારે બપોર બાદ જૂના ગંજ બજારની મોટા ભાગની દુકાનો બંધ રહી હતી. ઝવેરી બજારમાં પણ કેટલીક દુકાનો વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખી હતી.
ઝવેરી બજારમાં પણ કેટલીક દુકાનો વેપારીઓએ સ્વયંભૂ બંધ રાખી ઉલલેખનીય છે કે, શહેરમાં વધી રહેલા કોરોના કેસો બજારમાં ભીડ ઓછી થાય તો અટકી શકે તેમ છે, તેવું માનીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં પ્રજાજનોને સહયોગ આપવા વેપારીઓ દ્વારા અનુરોધ કરાયો છે.