ગુજરાત

gujarat

ETV Bharat / state

પાટણમાં છેલ્લી ઘડીએ પતંગ દોરીની ખરીદીમાં જોવા મળ્યો ઉછાળો - Capricorn Transition

મકરસંક્રાંતિનું પર્વ સમગ્ર ભારત દેશમાં પતંગ ઉત્સવ તરીકે ઉજવાય છે. તેમાં પણ ઉત્સવ પ્રિય પાટણ શહેરમાં અનેરૂ મહત્વ છે પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને લઇ અન્ય તહેવારોની જેમ આ તહેવારને પણ ગ્રહણ લાગ્યું છે. જોકે છેલ્લા દિવસે બજારોમાં પતંગ દોરીની ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો.

પાટણમાં છેલ્લી ઘડીએ પતંગ દોરીની ખરીદીમાં જોવા મળ્યો ઉછાળો
પાટણમાં છેલ્લી ઘડીએ પતંગ દોરીની ખરીદીમાં જોવા મળ્યો ઉછાળો

By

Published : Jan 13, 2021, 8:17 PM IST

  • પતંગ દોરીના ભાવમાં 30 ટકાનો વધારો
  • ચાલુ વર્ષે પતંગનું ઉત્પાદન વધુ ન થતા ભાવ વધ્યા
  • દર વર્ષ કરતા ઘરાગીમાં જોવા મળ્યો 50 ટકાનો ઘટાડો

પાટણઃ 14 જાન્યુઆરી એટલે મકરસંક્રાંતિનું પર્વ સમગ્ર ભારત દેશમાં પતંગ ઉત્સવ તરીકે ઉજવાય છે. તેમાં પણ ઉત્સવ પ્રિય પાટણ શહેરમાં અનેરૂ મહત્વ છે પરંતુ ચાલુ વર્ષે કોરોના મહામારીને લઇ અન્ય તહેવારોની જેમ આ તહેવારને પણ ગ્રહણ લાગ્યું છે. જોકે છેલ્લા દિવસે બજારોમાં પતંગ દોરીની ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો.

પાટણમાં છેલ્લી ઘડીએ પતંગ દોરીની ખરીદીમાં જોવા મળ્યો ઉછાળો

પાટણમાં પતંગ દોરાની ખરીદી કરવા પતંગ રસિકોની ભીડ

પાટણ શહેરમાં ઉતરાયણ પર્વનું અનેરૂ મહત્વ છે. અગાઉના વર્ષોમાં 15 દિવસ પહેલેથી જ શહેરની બજારોમાં પતંગ દોરાના સ્ટોલો ધમધમતા બનતા હતા. ત્યારે ચાલું વર્ષે કોરોના મહામારીને કારણે છેલ્લા બે દિવસથી બજારોમાં ઘરાકી જોવા મળી છે. ઉત્તરાયણની પૂર્વ સંધ્યાએ પાટણની બજારમાં પતંગ દોરાની ખરીદી કરવા પતંગ રસિકોથી બજારો ઉભરાયા હતા અને ઠેર-ઠેર દોરી પતંગના સ્ટોલ તેમજ ચરખા પર લોકોની ભીડ જોવા મળી હતી. ચાલુ વર્ષે કોરોનાને લઇ ઘરાગીમાં પણ ભારે ઘટાડો જોવા મળ્યો છે.

પાટણમાં છેલ્લી ઘડીએ પતંગ દોરીની ખરીદીમાં જોવા મળ્યો ઉછાળો

પતંગ દોરીના ભાવમાં 30 ટકા જેટલો વધારો

વૈશ્વિક કોરોના મહામારીને કારણે ચાલુ વર્ષે પતંગ અને દોરીનું જોઈએ તેટલા પ્રમાણમાં ઉત્પાદન થયું ન હોવાથી પતંગ દોરીના ભાવમાં 30 ટકા જેટલો વધારો જોવા મળ્યો છે.

ABOUT THE AUTHOR

...view details