ગુજરાત

gujarat

ETV Bharat / state

Patan Samuh Lagan : પાટણ સમૂહલગ્નમાં ઉદ્યોગપતિએ સમાજને આપ્યો પ્રેરણારૂપ દાખલો - Samuh Lagan 2022

પાટણ તાલુકામાં ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સમૂહલગ્નનું (Patan Samuh Lagan) ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. અહીં પાટણના ઉદ્યોગપતિએ સમાજને (Gujarat Samuh Lagan Planning) નવી દિશા ચીંધી હતી. તેમ જ આ સમૂહલગ્નમાં દાતાઓ દ્વારા દીકરીઓને કરિયાવરમાં અદ્ભુત ભેટસોગાદો પણ આપવામાં આવી હતી.

Patan Samuh Lagan : પાટણ સમૂહલગ્નમાં ઉદ્યોગપતિએ સમાજને આપ્યો પ્રેરણારૂપ દાખલો
Patan Samuh Lagan : પાટણ સમૂહલગ્નમાં ઉદ્યોગપતિએ સમાજને આપ્યો પ્રેરણારૂપ દાખલો

By

Published : May 11, 2022, 4:21 PM IST

પાટણ : પાટણ તાલુકાના ડેર ખાતે યુવા આગેવાન દરબાર મંગાજી પનાજી દ્વારા ક્ષત્રિય ઠાકોર સમાજના સમૂહલગ્નનું (Patan Samuh Lagan) આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 35 નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડી સુખી દાંપત્ય જીવનની શરૂઆત કરી હતી. આ સમૂહલગ્નના આયોજક અને ઉદ્યોગપતિ મંગાજીએ પણ પોતાની દીકરીના લગ્ન સમૂહલગ્નમાં કરાવી સમાજને એક (Gujarat Samuh Lagan Planning) નવી દિશા ચીંધી હતી.

પાટણ સમૂહ લગ્નમાં ઉદ્યોગપતિ સમાજને આપ્યો પ્રેરણારૂપ દાખલો

આ પણ વાંચો :Mass wedding ceremony in Jamnagar : તપોવન ફાઉન્ડેશન દ્વારા 16 અનાથ યુવતીઓના ધામધૂમપૂર્વક લગ્ન કરાવાયાં

દરબારે સમાજને આપ્યો દાખલો - સમાજમાં આર્થિક સંકળામણ કારણે લોકો સમૂહલગ્નમાં જોડાતા હોય છે. જરૂરિયાત મંદ પરિવારો પોતાની દિકરીના લગ્ન હર્ષભેર ખર્ચ વગર ધામધૂમ પૂર્વક કરી શકે તેવા ઉમદા આશયથી ડેર ગામના ઉદ્યોગપતિએ સમૂહલગ્નનું સુંદર આયોજન કરી હતું. આ સમૂહલગ્નમાં 35 નવદંપતીઓએ (Samuh Lagan 2022) પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સામાજિક આગેવાનો, સંતો-મહંતો અને રાજકીય આગેવાનોએ ઉપસ્થિત રહી નવદંપતીઓને સુખી દાંપત્યજીવનના આશીર્વાદ આપ્યા હતા. ડેર ખાતે સમૂહલગ્નનું આયોજન કરનાર ઉદ્યોગપતિ મંગાજી દરબારે પણ પોતાની દીકરીના લગ્ન સમૂહલગ્નમાં જ કરાવી સમાજને એક અનુકરણીય-પ્રેરણારૂપ દાખલો આપ્યો હતો.

આ પણ વાંચો :ગોરાસુ ગામે સિકોતર માતાજીના પટાંગણમાં માતા કે પિતા વિનાની દીકરીઓનો સમૂહ લગ્ન સમારોહ યોજાયો

દીકરીઓને કરિયાવરમાં શું આપ્યું - મોટાભાગે સમૂહલગ્નમાં દીકરીઓને કરિયાવર રૂપે (Patan Samuh Lagan Kariyavar) વિવિધ ભેટસોગાદો આપવામાં આવી હતી. ત્યારે ડેર ખાતે યોજાયેલા સમૂહલગ્નમાં આયોજક દ્વારા કરિયાવર રૂપે હિન્દુ સંસ્કૃતિના મહાન ગ્રંથ ભગવદ્ ગીતાનું પુસ્તક અને તુલસીના ક્યારા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. ડેર ખાતે આયોજિત કરાયેલા સમૂહલગ્ન પ્રસંગે ઉપસ્થિત રહેલા પાટણના પૂર્વ ધારાસભ્ય રણછોડ દેસાઈએ પણ 51000નું દાન આપ્યું હતું. તો સમાજના દાતાઓ અને ઉપસ્થિત મહાનુભાવોએ પણ નવદંપતીઓને ફુલ નહિ તો ફુલની પાંખડી રૂપે દાન અપૅણ કરી સમૂહલગ્નમાં સહભાગી બન્યા હતા. આ સમૂહલગ્નમાં પ્રદેશ ભાજપના પૂર્વ મહાપ્રધાન કે.સી.પટેલ, રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર, વિનયસિંહ ઝાલા, સહિતના રાજકીય અને સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details