પાટણમાં રિક્ષા ચાલકોએ કોરોના ફ્રી પ્રમાણપત્ર મેળવવા લાઈનો લગાવી - lockdown in Gujarat
પાટણ શહેરના રિક્ષા ચાલકો દ્વારા કોરોના વાયરસનુ સંક્રમણ ન ફેલાય તે માટે પ્રાંત અધિકારીએ રિક્ષા ચાલકોના સ્વાસ્થ્યની ચકાસણી કરી તેઓને કોવિડ -19 સીમત સિમ્પટમ્પ ફ્રી પ્રમાણ પત્ર મેળવી રીક્ષા પર ચોંટાડવાનું જાહેરનામું બહાર પાડ્યું છે. જેને કારણે રીક્ષા ચાલકો આ પ્રમાણ પત્ર મેળવવા અર્બન હેલ્થ સેન્ટરો પર મોટી સંખ્યામાં ઉમટી પડતા સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડતા દ્રશ્યો જોવા મળ્યા હતા.
પાટણઃ લોકડાઉન 3 દરમિયાન વેપારીઓને સવારે 7થી સાંજના 7 વાગ્યા સુધી વેપાર ધંધો કરવાની છૂટ આપી છે. પણ રીક્ષા ચાલકોને પરિવહન કરવાની મંજૂરી આપી ન હતી. ત્યારે પાટણ પ્રાંત અધિકારી સ્વપ્નિલ ખરે રિક્ષાચાલકો માટે જાહેરનામુ બહાર પાડ્યું છે. જેમાં રીક્ષા ચાલકોથી મુસાફરોમાં સંક્રમણ ન ફેલાય તે માટે રીક્ષા ચાલકોએ કોવિડ-19 સિમ્પટમ્પ ફ્રી પ્રમાણપત્ર મેળવવાનું ફરજીયાત બનાવ્યું છે. સાથે-સાથે મુસાફર અને રીક્ષા ચાલક વચ્ચે અંતર જળવાઈ રહે તે માટે રીક્ષામાં પડદા લગાવવા ફરજીયાત કર્યા છે. રીક્ષા ચાલકો માટે વહીવટી તંત્ર દ્વારા શહેરમાં અલગ- અલગ ત્રણ સ્થળો નક્કી કર્યા છે. આ જાહેરનામુ 18 મેંથી અમલી બનશે તેથી રીક્ષા ચાલકો મામલતદાર કચેરી ખાતે અર્બન હેલ્થ સેન્ટરમાં લાંબી કતારોમાં પ્રમાણ પત્ર લેવા ઉભા રહ્યા હતા.