ગુજરાત

gujarat

ETV Bharat / state

આરોગ્યના કર્મચારીઓનું સ્થાનિકો દ્વારા સન્માન

પાટણ શહેરમાં કોરોના મહામારીમાં ફરજ બજાવતાં તાલુકા હેલ્થ ઓફિસર સહિત કર્મચારીઓનું સ્થાનિક લોકો દ્વારા સન્માન કરી તેઓની ઉમદા કામગીરીનું સન્માન કરવામાં આવ્યું હતું.

આરોગ્યના કર્મચારીઓનું સ્થાનિકો દ્વારા સન્માન
આરોગ્યના કર્મચારીઓનું સ્થાનિકો દ્વારા સન્માન

By

Published : Jun 10, 2020, 3:03 PM IST

પાટણઃ પાટણ શહેરમાં આવેલા રાખતાવાડો, પિંજારકોટ, ધનંજયા પાડો અને વેરાઈ ચકલા વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં હતાં. ત્યારે આ તમામ વિસ્તારોને તાલુકાની આરોગ્ય ટીમના અધિકારીઓએ સીલ કરી દેવાયાં હતાં. આ વિસ્કતારને ન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરી 28 દિવસ સુધી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી અને સતત મોનિટરિંગની કામગીરીને કારણે આ વિસ્તારો કન્ટેનમેન્ટ ઝોનમાંથી બહાર આવતાં આ વિસ્તારના લોકોએ આરોગ્યના કોરોના વોરિયર કર્મચારીઓનું સન્માન કર્યું હતું.

આરોગ્યના કર્મચારીઓનું સ્થાનિકો દ્વારા સન્માન

પાટણ શહેરમાં અત્યાર સુધીમાં 34 કોરોના પોઝિટિવ કેસ નોંધાયાં છે. જેમાંથી 4 વ્યક્તિઓના મોત નીપજયાં છે. પાટણ શહેરમાં કુલ 26 કન્ટેનમેન્ટ ઝોન હતાં તેમાંથી સરકારની ગાઈડ લાઈન મુજબ 28 દિવસ બાદ શહેરના જુદા જુદા વિસ્તારોને કન્ટેનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details