પાટણમાં ભગવાન જગન્નાથની પીંડિકા પઠન વિધિ કરાઈ પાટણ: રાજ્યમાં ત્રીજા નંબરની પાટણની ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા આગામી અષાઢી બીજના દિવસે પાટણ શહેરના રાજમાર્ગો ઉપર નીકળવાની છે. જેને લઇને મંદિર પરિસર ખાતે હાલમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. અષાઢ વદ અગિયારસના દિવસે ભગવાનની તબિયત નાદુરસ્ત હોવાના ભાવ વ્યક્ત કરી ભગવાન જગન્નાથ અને ભાઈ બલભદ્રને વિવિધ ઔષધીય દ્રવ્યોનું મિશ્રણ કરી આંખે પાટા બાંધવામાં આવ્યા હતા.
આંખે બાંધેલા પાટા: અમાસના દિવસે શુભ મુહૂર્તમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ભગવાનને આંખે બાંધવામાં આવેલા પાટા વિધિવત રીતે ખોલવામાં આવ્યા હતા. પૂજારી સહિત મંદિરના ટ્રસ્ટીઓએ પૂજા વિધિ કરી ભગવાનની આરતી ઉતારી નેત્રોત્સવ ઉત્સવ મનાવ્યો હતો. પુજારી દ્વારા ભગવાનને આંખે બાંધેલા પાટા ખોલવામાં આવતા ઉપસ્થિત ભક્તોને જય રણછોડ માખણ ચોરનાનો જય ગોષ કરી વાતાવરણને ભક્તિમય બનાવ્યુ હતું.
"જગદીશ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. આજે ભગવાનના નેત્રો ખોલવામાં આવ્યા છે. જ્યારે સાંજે સત્યનારાયણ ની કથા તેમજ આવતીકાલે સવારે ભગવાન જગન્નાથનો મહાભિષેક કરવાનું છે. જેમાં ગુજરાતના વિદ્વાન બ્રાહ્મણ દ્વારા ભગવાન ઉપર સહસ્ત્ર ધારા કરવામાં આવશે.બપોરે મહા અભિષેક ની પૂર્ણાહુતિ બાદ સાંજે યજમાનના નિવાસ સ્થાનેથી હાથી ઘોડા અને ડીજે ના તાલે ભક્તિમય માહોલમાં ભગવાનનું મામેરું વાજતે ગાજતે શહેરના જાહેર માર્ગો પર થઈ જગન્નાથ મંદિર ખાતે પહોંચશે"--મંદિરના પૂજારી
મનોરથના દર્શન:કેરી મનોરથ જગદીશ મંદિર ખાતે રથયાત્રાને લઈને પ્રથમવાર ભગવાન જગન્નાથ સમક્ષ કેરીનો મનોરથ ગોઠવવામાં આવ્યો હતો. જેમાં 50 કિલો કેરી ભગવાન સમક્ષ ગોઠવવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તોએ કેરી મનોરથના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
- Rathyatra 2023: ભગવાન જગન્નાથ નિજ મંદિર પરત ફર્યા, નેત્રોત્સવ વિધિ કરી આંખે પાટા બાંધવામાં આવ્યા
- Rathyatra 2023: જગન્નાથ મંદિરમાં સાધુ સંતોના ભંડારાનું આયોજન, 1000થી વધુ સાધુ-સંતોએ લીધો ભાગ